હેત ઠલવતાં આવડી ગયું,
નેહ નીતારતાં આવડી ગયુ,
કોણ અહીં કોનું છે?
એ પંચાત્તથી પર,
માણસાઈ દેખાડતાં આવડી ગયું.
નાહકનાં બોજ છે અહીં,
ને સફર છે ટૂંકી.
કઈ ઉંમરનાં ઓટલે કયું પોટલું ઉતારવું?
એ સમજને જીવતાં આવડી ગયું.
કાયા મળી જો હોય, કંચન જેવી,
તો પછી પૈસા ને સોનાની પાછળ ખોટી દોટ ના મૂકવી,
એવી પાછળથી પણ સહેજેય ,
ધીરે ધીરે સમજને જીવતાં આવડી ગયું.
આપણા વિના કંઈ અટકવાનું નથી,
એ વિચારી,
થોડું પોતાનાં માટે,અને થોડું પોતાનાં માટે
આ બબ્બે વાર જીવતાં આવડી ગયું.
મૂકયો હેઠે આ પાપ પુણ્યનો ભાર,
ને જીવવાનો પોટલો અલમસ્ત બની,
પોતાના જ માથે હળવોફૂલ રાખતાં આવડી ગયું.
થોડું હાસ્ય ને થોડી ધીરજ,
થોડી હિંમત સાથે,
બધું જ પૂર્ણ ના પણ મળે,
પણ જે મળ્યું છે, એને પૂર્ણત: સ્વીકારતાં આવડી ગયું.
ઉંમરનો તમાચો બધું જ શીખવે છે,
બસ જે તે ઉંમરના ઓટલે એના સંભારણા ચિતરતાં આવડી ગયું.
-@nugami.