🌹 *આવકાર્ય પહેલ* 🌹
હમણાં એક મિત્રની દિકરીના લગ્નમાં *નવી પહેલ, નવો વિચાર* જોયો........એ મિત્રએ સૌને આમંત્રણ આપ્યુ હતુ, પણ........*જેમના ઘેર ૭૫ વર્ષની ઉપરના વડિલો હોય, તેમને ખાસ સાથે લાવવાનુ કહેવામાં આવ્યુ હતુ......!*
તે મિત્રના જ શબ્દોમાં તેના વિચાર....." આ વડિલોનુ મન પણ બાળક જેવુ થઈ ગયુ હોય છે, તેમને પણ ભાવતી વાનગીઓ અને સૌને રુબરુ મળવાનુ ઘણુ જ મન હોય છે, પણ.......તેઓ કહી શકતા નથી, મન મારીને નિરસ જીવન જીવે છે...... હુ,તમે,આપણે બધા કદાચ જીવનની ભાગદોડમાં અને તેમના સ્વાસ્થ્યની ચિંતામાં આ બાબત નજરઅંદાજ કરી રહ્યા છીએ, કે તેઓ જાણ્યે - અજાણ્યે પણ ઉપેક્ષીત શ્રેણીમાં ધકેલાઈ રહ્યા છે............ મન મારીને પરાણે સાચવવા મથતા એ ભાંગ્યા - તુટ્યા સ્વાસ્થ્યનુ પછી કરવુ પણ શુ છે ??? તેના કરતા તેમની ઈચ્છા,*તેમની હોંશ પુરી કરીને તેમના અંતિમ સમયને આનંદમય કેમ ના બનાવવો ? તેમને શેર લોહી ચડશે,વગર દવાએ તેઓ સ્ફુર્તિનો અનુભવ કરશે*............ અને હા દિકરીનાં લગ્નમાં દેવતાઓને આમંત્રણ આપવામાં આવે છે, કારણ કે તેમના આશીર્વાદ જીવનભર સાથે રહે.........તો *જીવન સંધ્યાએ પહોંચેલા આ વડિલોના નિર્દોષ આશીર્વાદની નાનકડી પણ મહત્વની ભેંટ દિકરીને કેમ ના આપવી ?"*
તેમના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર તેઓ આવ્યા........ તે *ઋણ સ્વીકાર સાથે સૌ મહેમાનોની હાજરીમાં એ દરેક વડિલોને પગે લાગી, એક નાનકડી ભેંટ આપી "વડિલ - વંદના" કરવામાં આવી........!*
જીવનમાં પહેલી વાર આવુ ભાવુક દ્રશ્ય જોઈને મન ભાવવિભોર થઈ ગયુ,કે *સાચા - ખોટા અનેક રીવાજો શરુ થઈ ગયા છે, તેની સાથે જો આવો આવકારદાયક રીવાજ શરુ થાય, તો એ વડિલો થોડા સમય માટે પણ જે આનંદ અનુભવશે....., અને અંતરના આશીર્વાદ આપશે....., પછી જીવનમાં કદાચ બીજી કોઈ જરુર નહી પડે......!* 🌹
તમને જો આ વિચાર ગમ્યો હોય, તો આગળ વધારશો.......🙏🏻