ગઈ કાલે રાત્રે , એટલે કે તા. 22 માર્ચ 2025નાં દિવસે હું એક ગુજરાતી મૂવી જોવા ગઈ હતી, હું એકલી નહોતી, મારી સાથે મારો દીકરો અને કેટલાંક સંબંધીઓ પણ હતાં.
'ઓલ ધ બેસ્ટ પંડ્યા' આ નામનું ગુજરાતી મૂવી હતું. મલ્હાર ઠાકર, દર્શન જરીવાલા, વંદના પાઠક, યુક્તી રાંદેરિયા, વેદિશ જવેરી વગેરે જેવાં કલાકારો આ મૂવીમાં હતાં. મૂવી ઘણી જ અદ્ભૂત છે, બધાં જ કાલાકારોનું કામ ખૂબ જ ઉત્તમ, વખાણવાલાયક. મૂવી બધાં જ ગુજરાતીઓએ તો અચૂક જ જોવા જેવી પણ નોન ગુજરાતીઓ પણ જોવા જ જેવી કે જેઓ ગુજરાતી ભાષા સમજી શક્તાં હોય.
ઇન્સ્ટાગ્રામ પર મેં મલ્હાર ઠાકરની એક રીલ જોઈ હતી જેમાં એમણે જણાવ્યું કે શનિવારે, તા. 22 માર્ચનાં રોજ એ અને સાથી કલાકારો મલાડ, કાંદીવલી અને બોરીવલીનાં થિયેટર્સમાં પોતાનાં ફેન્સને મળવા માટે આવી રહ્યાં છે. આ રીલ જોઈને મેં મારાં દીકરાને અમારાં નજીકનાં થિયેટરમાં ટિકિટ બુક કરાવવા માટે કહ્યું કારણ હું મલ્હારની જબરદસ્ત ફેન. મારાં દીકરાએ ટિકિટ બુક કરાવી પણ દીધી. એણે વળી પોતાનાં પિતરાઈ ભાઈને વાત કરી ને એટલે એ લોકોએ પણ ટિકિટ બુક કરાવી દીધી.
મલ્હારને મળવા માટે અતિ ઉત્સાહભેર અને ઉમળકાભેર અમે સમય કરતાં થોડાં વહેલા જ પહોંચી ગયાં. થિયેટરનાં કેમ્પસમાં મલ્હારને મળવા માટે એનાં ઘણાં બધાં ચાહકો ઘણી બધી મોટી લાઈન લગાવીને ઉભા હતાં, ઘણાં બધાં એવા હતાં કે જેમને ટિકિટ જ નહોતી મળી.
મૂવી શરૂ થવાનો સમય થયો એટલ મલ્હારને મળવાનાં ઉમંગ સાથે અમે અંદર હૉલમાં પહોંચી ગયાં. મૂવી જોવાનો આનંદ તો બધાં લઈ જ રહ્યાં હતાં પણ મલ્હારને મળવાની આતુરતા પણ આંખોમાં ઘણી બધી હતી!
મૂવી સમાપ્ત થવાને આરે હતી ત્યારે મલ્હાર અને બીજાં કલાકારો હૉલમાં પ્રવેશ્યાં. મલ્હારને આંખોની સામે જોઈને બધાં જ પ્રેક્ષકો એનાં નામની ખુશીઓથી બૂમો મારવા લાગ્યાં, એને મળવા માટે, એની સાથે ફોટો પડાવવા માટે તાલાવેલી થઈ રહી હતી. મલ્હારે ઘણી નમ્રતા સાથે બધાંની જ સાથે વારાફરતી ફોટો પડાવવાની હા પાડી ને હૉલની બહાર પેસેજમાં ચાહકો સાથે ફોટા પાડવવાનો કાર્યક્રમ શરૂ થયો. એક પછી એક બધાંની સાથે ગુજરાતી સુપર સ્ટાર અને બાકીનાં કલાકારો મોઢાં પર એક મીઠડી સ્માઈલ સાથે ફોટો પડાવી રહ્યાં હતાં. મારાં નસીબમાં પણ એ ક્ષણ આવી કે જેની હું અતિ આતુરતાથી રાહ જોઈ રહી હતી, મારાં ખૂબ જ મનપસંદ ગુજરાતી કલાકાર મલ્હાર ઠાકર સાથે ફોટો પડાવવાની, એને રૂબરૂ મળવાની. .!!!! મારી ખુશી, આનંદ, હર્ષ, હેપ્પીનેસ, વગેરેનો કોઈ પાર જ નહોતો...!!!!!!
મલ્હાર ઠાકર...ગુજરાતી સુપર સ્ટાર..., ઉમદા ને સફળ કલાકાર કે જેની પાસે સમયનો અભાવ હોવા છતાં બધાં જ ચાહકોને એની સાથે ફોટો પડાવવાની તક મળે એ માટે પોતાનો કિંમતી સમય ફાળવી રહ્યો હતો એ પણ ઝીરો પરસન્ટ એટિટ્યૂડ સાથે. અમારો એની સાથે ફોટો પડાવવાનો નંબર લાગ્યો ત્યારે રાતનાં લગભગ એક વાગ્યો હતો.., ને અમારી પાછળ તો હજી કેટલાંય બધાં લોકોનો નંબર બાકી હતો.
વિચાર કરો કે લગભગ સાંજનાં ચાર વાગ્યાથી આ કલાકારો એક થિયેટરથી બીજાં થિયેટર ફરી રહ્યાં હતાં એ પણ મુંબઈમાં અને મુંબઈનાં ટ્રાફિકમાં...!
સિધ્ધિ, સફળતા, વ્યસ્તતા, સર્વોચ્ચ સ્થાન, અતિશય લોકચાહના વગેરે જેવું ઘણું બધું મેળવી લીધાં હોવા છતાં પણ મલ્હારનો લોકો માટે ઘમંડભર્યો નહિ પણ શાલીનતા, સરળતા, વિનમ્રતાભર્યો વ્યવહાર..., વાહ નવાઈ પમાડનારો જ હતો..!
આટલી બધી લોકચાહના હોવા છતાં જરા પણ અભિમાન નહિ...!!!! મલ્હાર ઠાકર, પ્રાઉડ ઓફ યૂ...!! You are humble, precious, great , a gem of person.