દારુ શું આપી જાય અને શું લઈ જાય,
જીવનમાંથી હૈયાની શાંતિ છીનવી જાય.
મીઠાં સપનાંને અંધારામાં મૂકી જાય
ખોટાં ભ્રમમાં જીવનને વહાવી જાય.
દારુ દુઃખ આપી જાય અને સુખ લઈ જાય,
માણસના મનમાંથી ભરોસો કાઢી જાય.
સ્નેહભરી વાટો અહીં તૂટી જાય,
સંબંધોની ગાંઠને તોડી જાય.
દારુ હાસ્ય છીનવી જાય અને રૂદન આપી જાય,
ખૂશીની બારી પર અંધકાર છોડી જાય.
મીઠાં સ્મરણોને દુઃખમાં ફેરવી જાય,
આખી જિંદગીને ભ્રમમાં ડુબાવી જાય.
ઓ પ્રભુ! સમજ એવા ને આપ જો,
જીવનની સાચી મંજીલ બતાવ જો.
દારુના વમળમાંથી મુક્તિ અપાવ જો,
આ જીવનને તારા પંથે ચાલી શકાવ જો.