પાસે નથી કોઈ કારણ કે નથી કોઈ તારણ
ખબર નથી શું? બસ કંઇક કહેવા આવી છું
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું
સમયનું શું છે..?એતો આમેય ક્યાં રોકાય છે
બસ એ જ સમય ને મત આપવા સારું
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું
જાણું છું કે અજાણ છું આપની દરેક વાતથી
કદાચ એજ જાણવા સારું ખબર નહીં કેમ?
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું
ઘડિયાળના કાંટા તો થોભતાં નથી મારાથી
પણ થોભી જાઓ થોડીક ઘડી તમે કેમકે
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું
વ્યસ્તતા છે જીવનમાં ને એનું છે મને ભાન
પણ સંબંધોમાં લાગણીને દીધું છે થોડું માન
બસ એટલે જ આમ યાદ કરતાં આવી છું
ઘડી મૂકીને હું બે ઘડી વાત કરવા આવી છું
~Urvi Prajapati