અંદાજીત એક વર્ગના ૧૦૦ વિદ્યાર્થીઓમાં જોવામાં આવે તો ૯૦% ને ભણતરનો સાચો મતલબ જ નથી ખબર હોતો,ઘરે થી મોકલવામાં આવે છે એટલે ભણવું કે ભવિષ્યમાં સારી નોકરી મળશે એટલે ભણવું એથી વિષેશ જાણ જ નથી હોતી.
તમારૂ ભણતર તમને એક સારી વ્યક્તિ બનાવવા માટે હોય છે જીવનમાં કેવી રીતે વર્તન કરવું શું કરવું ને કયુ કાર્ય ન કરવામાં ભલાઈ છે,
તમે જ્યાં કામ કરવાના છો ત્યાં તમારી સાથેના વ્યક્તિના મનની સ્થિતિ કેવી રીતે જાણવી,ભવિષ્યમાં થનાર તમારી પત્ની સાથે કેવી રીતે જિંદગી નું ગુજરાન ચલાવશો.
ફક્ત પેન પેપર કે પુસ્તકને રટ્ટા મારીને વધુમાં વધુ સારી માર્કશીટ મેળવી લેશો. ખુશી,પ્રેમ,સન્માન,પરિવાર,સમાજ આ મેળવવા તમારે 'ભણતર' નો સાચો અર્થ સમજવો પડશે.