" વૃદ્ધાશ્રમ ભરેલાં છે વડીલોના આંસુઓથી." છોકરાઓ વિશે તો ઘણા લેખ લખાયા. મારે આજે જે આ વૃદ્ધો આશ્રમમાં જીવે છે એમના વિશે લખવું છે.થોડું એમનું પાછલું જીવન કેવું હતું એ કહેવું છે.
મારું કાલ શું થશે એ તો મને પણ ખબર નથી. છતાં પણ, મને આ લેખ લખવાની જરૂર ઈચ્છા છે. આ લેખ લખતા પહેલા જ હું દિલથી બધા વડીલો અને માતૃભારતીના મિત્રો જેમના વિચારો મારાથી અલગ છે,એમની પાસે માફી માંગવા માંગુ છું. મારા આ લેખથી કોઈનું ભુલથી પણ દિલ દુભાય તો મને માફ કરી દેજો...🙏🙏🙏🙏.મારા વિચારો પર આપના સારા નરસા બધા અભિપ્રાય આવકાર્ય છે.

બે પ્રકારના માં - બાપ છે જે લોકો વૃદ્ધાશ્રમમાં રહે છે. પહેલા આપણે પ્રથમ પ્રકારના માં-બાપ વિશે થોડી વાત કરીએ.જેને એના બાળકો ઘરમાંથી વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે.આ માં - બાપ એટલે એવા માં- બાપ જેમણે એમના સંતાનો પર પોતાના કરતા વધારે ભરોસો કર્યો.
જ્યારે માં બાપ હજી પોતે પણ યુવાન હતા, સંતાનો નાના હતા ત્યારે, માં-બાપનો સંતાનો પર પહેલા ભરોસો કેવો હતો એ જોઈએ.

જ્યારે સંતાનો નાના હતા અને પોતે જુવાન હતા ત્યારે એ લોકો વિચારતા કે મારા સંતાનો જેવું દુનિયામાં કોઈ નથી. આંધળો વિશ્વાસ સંતાનો ઉપર રાખતા જોયા છે, કોઈ સગા વ્હાલા જો એમને ભૂલથી પણ કહે કે તમારા સંતાનો અહીઁ આડા રસ્તે જાય છે અમને દેખાય છે પણ ક્યારેય કોઈની વાત ન માને એ પણ જોયું છે.

જે સંતાન સમજાવે માં-બાપને એ જ માં-બાપ સમજ્યા રાખે.સાચું હોય કે ખોટું બસ બધે ધૃતરાષ્ટ્ર બની વિશ્વાસ કરી બેસે. દેખાતું પણ હોય કે અહીં મારું સંતાન ખોટું કરે છે,ખોટું બોલે છે પણ ધૃતરાષ્ટ્રની જેમ જોયા રાખવાનું. અને બીજી ભૂલ કે હા,માં -બાપ વિચારે કે છેલ્લા સમયમાં ગમેતેમ તો મારા સંતાનો જ કામ આવશે આવું વિચારી છેલ્લે પોતાની મિલકત, જીવનભરની મૂડી આંધળો વિશ્વાસ કરી સંતાનોના નામે કરી દેવાની અને આ જ સંતાનો દગો આપી દે અને માં બાપને તીર્થોની જાત્રા કરવાને બહાને વૃદ્ધાશ્રમમાં મૂકતા આવે. માં - બાપ બિચારા વૃદ્ધાશ્રમમાં મૃત્યુનો ઈંતજાર કરતા પડ્યા હોય છે. આ બધા માં - બાપને મારી વિનંતી છે કે તમે આંધળો વિશ્વાસ તમારા સંતાનો પર ન કરો. તમારી મિલકત ગમે તેવી સંતાનોની વાતમાં આવી એમના નામે ના કરો. તમે જીવો છે ત્યાં સુધી તમારી મિલકત પર તમારો જ હક રાખો. ગમે તેવા સારા સંતાનો પણ મિલકત આવતા જ બદલાય જાય છે. જમાનો એવો છે...આવા સંતાનોને જરુરથી સજા થવી જોઈએ. આ બધી વાતમાં મને હજી સમજમાં નથી આવ્યું કે વાંક કોનો હતો?? તમે પણ જરાક વિચારજો...

બીજી પ્રકારના માં - બાપ જે બહુ ઓછાં હશે પણ તોય કે જે પોતે સંતાનો સાથે રહેવા તૈયાર નથી. પોતાના જીવનમાં કોઈ ફેરફાર કરવા તૈયાર નથી સંતાનો કહે તો પણ એમને એકલુ જીવવું છે.

મારા મતે તો વૃદ્ધાશ્રમ હોવા જ ન જોઈએ. પણ સચ્ચાઈ એ પણ છે કે વૃદ્ધાશ્રમ છે અને બિચારા ઘણા માં - બાપ ત્યાં રહે પણ છે. બસ એ લોકોને અનુસરીને જ મેં આ લેખ લખ્યો છે.

કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો🙏🙏🙏🙏🙏

યોગી

Gujarati Thought by Dave Yogita : 111878918
SaHeB 11 month ago

અદ્ભૂત

Falguni Dost 11 month ago

✍🏻👌🏻👌🏻👌🏻👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now