ચાલ આજે બા વિશે લખું
પણ શું લખું ?
તારી એવી કઈ વાત જે ખાસ છે
યાદ નથી કોઈ દિન કે આજે બા ઉદાસ છે,
તો હંમેશા કામ કરતી, ના કદી ફરિયાદ,
કે કોઈ રાવ કરતી,
પરિવાર માટે તું જીવ બાળતી,
હું સૂઈ જતો ત્યારે તું જાગતી,
બીમાર પડતી ત્યારે ઓસડિયા લેતી,
યાદ નથી મને કે તું દવા લેવા જતી,
સતત અવિરત તું કામ કરતી,
40 ડિગ્રી તાપમાન તું રોટલી કરતી,
પરસેવો લૂછતાં...બસ માત્ર તું હસતી,
તારો એક દિવસ ન હોય બા,
તારામાં સમાયા છે આકાશ પાતાળ
અને ધરતી,
બા તું તો છે જગત જનની.
Happy mothers day
અશોક ઉપાઘ્યાય