સમય બદલાતા કેટલીક શકયતાઓ અને માન્યતાઓ પણ બદલાતી હોય છે.
સાથે બંધાયેલું અને વિચારોના ખૂણાઓમાં દબાયેલું સત્ય સમજી બેઠા હોઈએ એવો ઘણો ખ્યાલ પણ સમય જતાં લાગે કે નાહકનું લઈને બેસી રહેલા,
જેમ કે સાંભળેલું છે કે મિત્રો એવો હોવો જોઈએ જે મુશ્કેલીઓમાં સાથ આપે,
પણ ઉમેરો એ પણ છે કે આજકાલ સાચવવાના જમાનામાં એવો કોઈક જે તમને વળતરના બદલામાં મુશ્કેલ પરિસ્થિતિ સાથે વિતાવી ચુકયો હોય એને તમે મિત્ર સમજી બેસીને કઈકને કેટલાય કિસ્સાઓ સાથે તમારું ગુપ્ત ઘણું બધું શેયર કરી દીધું હોય જ્યારે એ વ્યક્તિને એનું વળતર ન મળે તો,
તમારી માન્યતામાં કાણું પડી જાય.
એથી જ તદ્દન ઉલટું ક્યારેક તમારા ખરાબ સમયમાં કોઈ મિત્ર સાથે ન હોય બની શકે કે તમારી મુસીબત કરતા પણ વધુ મુશ્કેલીમાં એ હોય,
પણ તમારું જોઈને તમને એ કઈ પણ ન કહી શકતા હોય તો એવું ન સમજાય કે તે સાચો મિત્ર નથી.
દરેક પાસાઓની અલગ બાજુઓ હોવાની જ