શીર્ષક - "હૃદય લગાવ્યું એક જણમાં"
એક સપનું કોઈનું જોવાયું ક્ષણમાં;
જાણે કે ઝાકળ બિંદુ રેલાયું પર્ણમાં;
કમાલ કરી ગૈ હતી કોઈની એ ઝલક,
ત્યારે જ મન ભોળવાયું આકર્ષણમાં;
હા અને ના વચ્ચેની એક મુસ્કાનથી,
હર્ષનું એક આંસુ સર્જાયું પાંપણમાં;
ખ્યાલો, યાદો અને ખ્વાબોમાં રાચતું,
એકાંતમાં મન હરખાયું અકારણમાં;
ધડકને જપે છે એક જ નામ "વ્યોમ"
જ્યારથી હૃદય લગાવ્યું એક જણમાં;
...© વિનોદ.મો.સોલંકી "વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, રહે - આદિપુર (કચ્છ).
તા:- ૩૦.૦૬.૨૦૨૨