વધતી જતી વસ્તી દુનિયાની,
ઘટતાં જતાં જંગલો,
પડતી જગ્યા ઓછી રહેવાને માનવીને,
તો વિચારો ક્યાં જાય આ મૂંગા પ્રાણીઓ?
થતું જાય છે નિકંદન વૃક્ષોનું,
અને ઉજવે માનવી પર્યાવરણ દિન!
શું કામનો આ દેખાડો એક દિવસનો?
મળે શુદ્ધ હવા વૃક્ષો થકી,
મળે ખોરાક વન્ય પ્રાણીઓને...
નહીં રહેશે જંગલો તો ક્યાં જશે આ પ્રાણીઓ?
કરશે વસવાટ માનવી પ્રાણીઓની ધરતી પર,
પછી કહેશે આવ્યાં આ પ્રાણીઓ મારા ઘરની અંદર...
વાવી વૃક્ષો વધારીએ જંગલો,
જીવીએ લઈને શુદ્ધ હવા...


#વિશ્વપર્યાવરણદિન

Gujarati Poem by Tr. Mrs. Snehal Jani : 111810214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now