દરિયા જેવો ખારો આ સંસાર છતાં,
આટલું નજીકનું આ સગપણ કોણે મોકલ્યું

ખુદાને પણ ખબર છે નહીં જડે અમુલખ છતાં,
ખોવાયું રાજપાટ, એ બચપણ કોણે મોકલ્યું

નથી વાણીમાં મધ જેવી મીઠાશ છતાં,
થયો મધુપ્રમેહ એ ગળપણ કોણે મોકલ્યું

નથી કોઈ આ જીવન અમર છતાં પણ,
લાકડીના ટેકે ચાલતું આ ઘડપણ કોણે મોકલ્યું,

શબ્દોના વાર જ ઊંડા ઘા કરી જાય છે છતાં,
આ પ્રેમમાં વાતો નું વળગણ કોણે મોકલ્યું..

-ક્રિષ્વી

Gujarati Poem by Krishvi : 111799299
Anurag Basu 2 year ago

Kya bat....wah wah

वात्सल्य 2 year ago

છે આત્મા એક તો જુદા કેમ લાગે? શરીર અલગતો આંસુ અલગ કેમ લાગે? મન એક તો મનમાં આવી કેમ તું કેમ વસે? નથી કોઈ સગપણ તો સ્નેહ કેમ જાગે? - વાત્ત્સલ્ય

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now