મને પતંગ થવું ગમતું નથી ક્યારેક,
મને આ પતંગ જ ગમતો નથી....
પહેલા દોરી સાથે જોડાવું, પછી એના સહારે ઉડવું, સંતુલન રાખવું, પોતાનું આકાશ શોધવું અને છેલ્લે એ જ દોરી સાથે છેડો તોડી નાખવો.
મને પતંગ થવું ગમતું નથી ક્યારેક...
પતંગને ભાર લાગતો હશે દોરીનો, એની સાથે જોડાય રહેવાનો. એને થતું હશે કે આ દોરીને છોડીને હું વધારે ઉંચે ઉડીશ.
પણ થોડીવાર ઉડીને પતંગનું પતન જ થાય છે.
મને પતંગ થવું ગમતું નથી ક્યારેક...
હિર