સૌથી મોટો ચિત્રકાર,,
મારો કાનો કલાકાર,,
રંગ ભરે અવનવા,,
પુરે પ્રકૃતિમાં પ્રાણ,,

માનવ હોય કે પ્રકૃતિ,,
પશુ હોય કે પક્ષી,,
ફળ હોય કે ફૂલ,,
દરેકનાં ભિન્ન ભિન્ન રૂપ,,

કોઈ કાળુ,,
કોઈ ધોળું,,
કોઈ રતુંબડો લાલ,,
કાના તારી લીલાના શું કરું હું મલાલ,,

વિચારું હું ક્યારેક,,
તું ક્યાંથી લાવે રંગ,,
દરેકનાં રૂપ જુદા,,
દરેકનાં જુદા અંગ,,

સ્વાદ સુગંધ ક્યાંથી ભરી તે,,
ક્યાંથી ભરી ઉમંગ,,
પ્રેમ રંગ પણ પૂર્યો તે,,
તો ઈર્ષા પણ પૂરી સંગ,,

મળશે જો એ કલાકાર તો,,
કરીશ એને તંગ,,
પૂછીશ એને એકવાત,,
શું જરૂરી હતો ભરવો દંભ??

B+ve

Gujarati Blog by Krishna : 111751857
HeemaShree “Radhe" 3 year ago

કાનો તારા એક નો નહીં, આપણા બંન્ને નો છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now