કાનુડા !.......
તારી ગોવાલણ બનવું છે મારે!
જળ જમનાનાં ભરવા જવું અમારે !
વસ્ત્રાહરણ કરાવવું ફરી અમારે!
કદમ ડાળે સંતાઈ તું જોયા કર!
સહેલીઓ સંગ સ્નાન કરવું અમારે !
ગોવર્ધન પર્વત જા ફરી ગાય ચરાવવા !
મટકી લઇ મહી વેચવા જવું અમારે !
ભલે ને માતા જશોદા ખૂબ મારે તને !
વનરાવનમાં રાસ રમવું છે,અમારે.
નટરાજ નહીં મહા નટરાજ કહાના!
વાંસડીનો સૂર બની સમાઈ જવું અમારે.
- वात्त्सल्य

Gujarati Poem by वात्सल्य : 111739147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now