કોઈ એક ટીપા માટે તરસે છે.
ક્યાંય આખું આકાશ વરસે છે.

કોઈ યાદોમાં જીવીને ખુશ છે.
કોઈ સાથે રહીને પણ નાખુશ છે.

કોઈ જીવવા માટે મર્યો જાય છે.
કોઈ મરી મરીને જીવી જાય છે.

કોઈ દુઃખના ટોપલા લઈ બેસી રહે છે.
કોઈ ચડે છે, પડે છે, રડે છે, હસે છે.

કોઈ પ્રેમમાં પડીને બની જાય છે પાગલ
કોઈ પાગલ બનીને જીવી જાય છે આગળ

કોઈ ભીંજાઈને પણ કોરા રહ્યા
કોઈ વ્હાલથી તરબતર થયા.

ક્યાંય રેતીને ભીના થવાની આશા છે
કોઈ આંખોને કોરા થવાની પ્રતીક્ષા છે.

દોસ્ત, જીવનનું આજ જ એક સત્ય છે.
અસત્યો વચ્ચે ધબકી રહેલા સત્યો છે.

- SHILPA PARMAR "SHILU"

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111737058

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now