ગુરુ ને વંદન શતશત હો"
વિશ્વ માં ક્યાંય ગુરૂ-શિષ્ય પરંપરા
ની જોડ શોધી મળે નહીં તે ધરતી પર
થયો સૂર્યોદય જ્ઞાન નો ગુરુ ને વંદન શતશત હો.
ગુરુ દેવો ભવ.
સર્જન થયું ચંદ્રગુપ્ત નું
મૌર્ય વંશ બન્યો સુવર્ણાકિત,
તે જ્યોતિર્ધર આચાર્ય ચાણક્ય,
ને વંદન શતશત હો.ગુરુ દેવો ભવ.
શંખનાદ ફૂંક્યો કુરૂક્ષેત્ર માં
અર્જુન ને વીરતા બક્ષી તે
જગતગુરૂ બીજો કોઈ કૃષ્ણ
ન ભૂતો ન ભવિષ્યતિ,
તે ગુરુ ને વંદન શતશત હો.
ગુરુ દેવો ભવ.
પૃથ્વી પર એક જ પાક્યો
એ ગાંડીવ ધારી નરબંકો,
તે ગુરુ દ્રોણાચાર્ય ની કથા
મહાન, તે ગુરુ ને વંદન શતશત હો.ગુરુ દેવો ભવ.
અર્જુન જેવો સમોવડિયો
પણ ધરા પર હતો
દાનવીર મહાન, તે
કર્ણ-પરશુરામી , તે
ગુરુ ને વંદન શતશત હો
ગુરુ દેવો ભવ.
વિશ્વ ધર્મ માં ડંકો વગાડ્યો,
માનવતા ની કરી સ્થાપના તે
વિવેકાનંદ નામે સૂર્ય પ્રકાશ્યો
તે રામકૃષ્ણ ગુરુ ને વંદન શતશત હો
,ગુરુ દેવો ભવ.✍️...© drdhbhatt....

Gujarati Blog by Dr. Damyanti H. Bhatt : 111734369

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now