લગભગ પચ્ચીસ વર્ષની ધીરજ બાદ, બે વર્ષના લાગણીની વ્યક્તતાના પરિશ્રમના અંતે, ભાવથી લથબથ ૪૧ ગુજરાતી કવિતાઓનો સંગ્રહ સંપૂર્ણ પણે પોતાની મા પર લખવામાં આવ્યો છે.
આ સંગ્રહ મારા દ્વારા લખાયેલ તથા પ્રકાશિત થયેલ છે.
પોતાની મા માટે કોઈ યોગ્ય ગિફ્ટ શોધી રહ્યા હોવ અથવા માની યાદ આવતી હોય તો એ અનુભવને ફરી જીવંત કરવા આ કવિતાઓનો સંગ્રહ સુંદર પસંદ છે.

માતૃત્વની વ્યાખ્યા તથા એના અનુભવના એક સહજ વર્ણન સહિત આ કાવ્ય સંગ્રહ દરેક માતૃત્વને સમર્પિત છે.
એક બાળક માટે માતાનો પ્રેમ અને તેનું મહાત્મ્ય શું અને કેવું છે તેનું વર્ણન કરવાનો અનોખો પ્રયાસ છે !

આ સંદેશ અને સમજ શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચે તેવી સદભાવના આ પુસ્તકના વેચાણ પાછળ રહેલી છે.

પુસ્તક નું નામ: કળિયુગની મારી "યશોદા મા", દર્શના મા.
રચનાકાર : દાર્શનિક (આચાર્ય જિજ્ઞાસુ ચૌહાણ)

આ પુસ્તક દ્વારા "મા" હોવાનો અનુભવ શું છે અને એના ના હોવાનો અનુભવ એક બાળક માટે શું છે એ વ્યક્ત કરવાનો સહજ પ્રયાસ કરાયો છે. જે સંદેશ દરેક ગુજરાતી વાચક મિત્રો સુધી પહોંચે એવી આશા છે.

સંપર્ક : 9586038713 (વોટ્સેપ)

Gujarati Thank You by बिट्टू श्री दार्शनिक : 111723720

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now