હોય છે

ઢળતી ઉંમરનો રંજ ન રખાય મનમાં,
સંધ્યાકાળ પછી જ ડાયરો જામતો હોય છે.

કરેલા કર્મોનું નિશ્ચિત કારણ ન મળે,
ત્યારે નસીબ શબ્દ નું નિર્માણ થતું હોય છે.

સાચા ખોટાની પરખ આત્માને હોય છે,
મન તો લાભ મળે ત્યાં ઢળી જતું હોય છે.

જીવનની ક્ષણો ને માણી લઈએ તો જિંદગી બની જાય,
ખોઈ બેસીએ તો યાદ બની રહી જતી હોય છે.

ઉપરવાળાને નીચે ગોતતા ફરીએ છીએ,
મનની અંદર જ તેનો વસવાટ હોય છે.

સવાર અજવાળાની આશા માં દોડાવતી હોય છે,
સાંજ રોજ ઘર સુધી મૂકી જતી હોય છે.

ઉકળતું પાણી છલકાતું નથી વરાળ બની જતું હોય છે,
મૌન મનમાં જ વરાળ બની આંખોમાં ઓગળી જતું હોય છે.

ઉર્વશી એચ ત્રિવેદી

Gujarati Poem by Urvashi Trivedi : 111718487
Tr. Mrs. Snehal Jani 3 year ago

એકદમ સાચી વાત. ઘડપણ તો અનુભવનો નિચોડ છે. એને સહર્ષ આવકારવું જોઈએ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now