મારે નથી જવુ પડ્યું કદી ઈશ્વર તરફ મને જરૂર જ નથી પડી ક્યારેક. મને જોઈતુ દરેક મળી ગયુ મને કહ્યા વગર. કેમ કે મારી દરેક માંગણી પૂરી કરી છે મારી ' માં ' એ તથાસ્તુ કહ્યા વગર. ભલે ભણવામાં કેટલા પણ આગળ વધી ગયા આપણે પણ, જીંદગીનુ ગણિત એમણે શિખવ્યુ ગણ્યા વગર. આવી કોઈ મુસીબત તો પેહલી નજર જાય માં પર જ જાય. એ પણ જાણી જાય બોલ્યા વગર.
વર્ષો બદલાશે સદીઓ બદલાશે. પ્રેમ કરનાર અને પ્રેમ બદલાશે પણ માં ની એ મમતા ક્યારેય નહી બદલાય ભલે એ માની સાડીનો પાલવ હોય કે જીન્સ ટી શર્ટ પેહરેલી મોમના દુપટ્ટાનો છાંયો હોય, માની હૂંફ અને લાગણીનો ધોધ ક્યારેય સૂકાતો નથી.
Happy Mother's day to all lovely mom💝💖💗💓💞💕💟❣🤍🤎💜💙💚💛🧡❤