અલ્લાહ એક છે અને ઈશ્વર જો એક છે,
સાચી જ વાત સૃષ્ટિ , મહીં જો અનેક છે,
દ્રશ્યો મહીં જરાક , તું દ્રષ્ટિ કરીને જો,
નામો મહીં જ રૂપ, ગુણો ત્યાં જ છેક છે.
ખોઈને જાત પાતમાં,માનવ જો ક્યાં ગયો,?
જીવો મહીં સદાય , જો ચેતન પ્રત્યેક છે.
તું ધર્મથી વિમુખ , થઈ જો કેવો ખેલ છે.
જોડી જરાક જાતમાં , ઈમાન નેક છે.
બુદ્ધિથી તોલમાં, પણ જોખીને જોઇ લો,
આનંદ રૂપ જો , તું ય મન કોરો ચેક છે.
-મોહનભાઈ આનંદ