...#... કેસૂડો (ખાખરો)...#...

પરિવારને જય ભોળાનાથ 🙏🙏🙏
કાયમ મોજમાં રહેતો પરિવાર હજુ મોજમાં રહે,સ્વસ્થ રહે એવી મહેચ્છા સાથે આજે આપણે વાત કરીશું "કેસૂડા"ની. આપણે આ વૃક્ષને ખાખરો પણ કહીયે છિયે.
વસંત ઋતુનું પ્રતિનિધિત્વ કરતું વૃક્ષ એટલે "કેસૂડો".ઊનાળામાં સૂકા ભઠ્ઠ વગડામાં લાલ લાલ લાલીમા વેરતો કેસૂડો દરેકનું મન મોહે છે.
ચંદ્રની શિતળતા ધરાવતું આ પવિત્ર વૃક્ષ છે.
વેદો પ્રમાણે "સોમરસ પીધેલા ગરુડરાજના પીંછા માંથી તેની ઉત્પત્તિ થઇ છે.
ત્રીપર્ણનો સમૂહ ધરાવતા કેસૂડાના પાન "ત્રિદેવ" નું પ્રતિનિધિત્વ કરે છે. જેમાં મધ્યનું પર્ણ વિષ્ણુજી, ડાબી તરફનું પર્ણ બ્રમ્હાજી અને જમણી તરફનું પર્ણ મહાદેવ ગણાય છે.

એવીજ રીતે ત્રણ પ્રકારનાં કેસૂડાના વૃક્ષ હોય છે. જેમાં મુખ્યત્વે લાલ/પીળા અને સફેદ ફૂલ ધરાવતો કેસૂડો હોય છે.
૧) લાલ કેસૂડો...
૨) પીળો કેસૂડો...
૩) સફેદ કેસૂડો...

સૌથી વધુ ઔષધિય ગુણ સફેદ કેસૂડામાં હોય છે,ત્યાર બાદ પીળો કેસૂડો અને છેલ્લે લાલ કેસૂડો...
જોકે આપણા દેશની અંધશ્રદ્ધાના ભોગે પીળો અને સફેદ કેસૂડો લુપ્ત થવાના આરે છે.
એ આપણું સૌથી મોટું દુર્ભાગ્ય છે.

કેસૂડાના ઔષધીય ગુણો :-

૧) ગરમીથી બચાવે છે :

ઉનાળામાં નાના-મોટા બધાને,ખાસ કરીને બાળકોને ગરમી નિકળતી હોય છે.કેસૂડાનાં ફૂલને આખી રાત ગરમ પાણીની અંદર પલાળીને સવારે આ પાણી ગાળી નાખો.આ પાણીને નહાવાના પાણીની બાલ્ટીમાં નાખી કેસૂડાવાળા પાણીથી સ્નાન કરો.આમ કરવાથી શરીરમાં ઠંડક પ્રશરશે તેમજ ઉનાળામાં પણ ચામડી પર ગરમી નહિ નિકળે.

૨) પેશાબની તકલીફમાં લાભકારક:
આ ફૂલનો રસ શરીરમાં એસિટોનનું પ્રમાણ ઘટાડે છે, તરસ છુપાવે છે અને બ્લડ તેમજ યૂરીનને પણ તે શુધ્ધ કરે છે.આથી જે લોકોને ઉનાળામાં પેશાબમાં બળતરા થતી હોય કે દુખાવો થતો હોય તેમને કેસૂડાનું પાણી પીવાથી જરૂર રાહત મળશે.

૩) નસકોરી ફૂટે તેમાં રાહત આપે:
ઉનાળામાં ઘણા લોકોને નસકોરી ફૂટવાની તકલીફ થતી હોય છે.આખી રાત કેસૂડાનાં પાંચ થી સાત ફૂલ પલાળી રાખો.સવારે તેને ગાળી તેની અંદર થોડી સાંકર ભેળવીને રોગીને આપો.આ કરવાથી નસકોરીની તકલીફમાંથી છૂટકારો મળે છે.

૪) પાઈલ્સમાં રાહત આપે:
કેસૂડાનાં છોડને સુકવી તેનો ૧૦ થી ૨૦ ગ્રામ જેટલો પાઉડર રોગીને નવસેકા ઘી સાથે આપો. થોડા જ દિવસમાં દર્દીને આરામ મળશે. જે લોકોને ગરમીના કારણે ડાયેરિયા થઈ જતા હોય તો તેમના માટે પણ કેસૂડો એટલો જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત જે લોકોને ડાયાબિટિશ છે એ લોકોએ નિયમિત કેસૂડાનું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ.

૫) તંદુરસ્ત બાળક માટે :
શરૂઆત ના મહિના માં જો સ્ત્રી ને કોમળ કેસૂડાં ના ફૂલ મસળીને ગાયના દૂધ સાથે આપવામાં આવે તો બાળક શક્તિશાળી અને પહેલવાન પેદા થાય છે .

૬) મસા માટે :
મસા થી પરેશાન થતા લોકો કેસૂડાં ના પાન ને દહીં જોડે ખાય તો મસા માં રાહત મેળવી શકે છે.

૭) તિવ્ર તાવ માટે :
તિવ્ર તાવ આવી ગયો હોય ત્યારે કેસૂડાં ના પાન નો રસ બનાવી શરીર પર લગાડવાથી ૧૫ મીનટ માં જલન ઓછી થઈ જશે અને ઠંડક પણ મળશે.

૮) ઘા રુઘવામાં :
જો વાગ્યું હોય અને ઘા મટી ના રહ્યો હોય તો કેસૂડાં ના થડ નું ચૂરણ બનાવી ઘા પર લગાડવાથી રાહત મળે છે.

૯) હાથીપગો :
પગ સુજી ગયો હોય કે હાથીપગો થયો હોય, તો કેસૂડાં ના થડ નો રસ સરસવ ના તેલમાં મેળવીને સવારે સાંજે ૨-૨ ચમચી પીવાથી મોટી રાહત મળે છે.

૧૦) આંખો માટે :
જો આંખો જોવામાં નબળી હોય કે આંખો ની રોશની તેજ બનાવી હોય તો કેસૂડાં નો રસ કાઢી એમાં મધ ભેળવીને આંખોમાં કાજલ લગાવતા હોય એ રીતે લગાવી સુઈ જવાનું ,એનાથી મોટો ફાયદો મળશે અને રાત ના સમયે ના દેખાતું હોય તો કેસૂડાં ના થડ નું અર્ક લાગવાથી લાભ થશે.
મોતિયો હોય એવા લોકો કેસૂડાનો રસ આંખ માં નાખે તો ખુબ જ લાભ મળી શકે છે.
આંખો આવી હોય એવા સમયે કેસુડાના ફૂલો નો રસ મધ માં મિલાવી આંખ માં લાગવાથી રાહત મળી રહે છે.

૧૧) નપુંસકતા નિવારણ :
પુરુષો માં જોવા મળતી નપુંસકતા માં પણ કેસૂડાં ના બીજ કામ આવે છે જેને તમે દવા માં મેળવી ને પણ લઈ શકો છો.

૧૨) શરીરની ગાંઠ :
શરીર માં ગાંઠ ઉભરી આવી હોય તો એમાં કેસૂડાં ના પાન ને ગરમ કરી ને એની ચટણી જેવું બનાવી એનો લેપ એ જગ્યા પર લગાડવાથી રાહત મળે છે.

૧૩) પથરી માટે :
જયારે પથરી નો દુખાઓ ઉપડ્યો હોય ત્યારે કેસુડાના ફૂલ ને પલાળી રાખી સવારે એ પાણી આપવું અને એના ફૂલ ને પેડા ઉપર બાંધવા અને પછી પેશાપ સમયે ફોર્સ માં પથરી નીકળી જશે, આ એક સફળ વસ્તુ છે .

૧૪) દાદ/ખાજ/ખુજલી :
કેસુડાના બીજ ને લીંબુ ના રસ જોડે પીવાથી દાદ, ખુજલી, ખંજવાળ માં આરામ મળે છે.

૧૫) વિર્ય વર્ધક :
કેસુડાના ફૂલ નો ભૂકો ગળ્યા દૂધ સાથે અથવા આમળા ના રસ જોડે પીવાથી વીર્ય માં વૃદ્ધિ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે અને શરીર પણ સારું રહે છે.

૧૬) માસિક સમયમાં :-
મહિલાઓ ને માસિક વખતે પેશાબ માં રુકાવટ આવતી હોય તો કેસૂડાં ને ઉકાળી એના ગરમ નરમ ફૂલ ને પેડા પર બાંધવાથી ખુબ જ લાભ થાય છે.

૧૭) કૃમિનાશક :
કેસુડાના બીજ માં પેલાસોનીંન નામ નું તત્વ આવેલ હોય છે. જે એક ઉત્તમ કૃમિનાશક છે, એને ૩ થી ૬ ગ્રામ બીજ નું ચૂરણ સવારે દૂધ જોડે લેવાથી રાહત થાય છે.

૧૮) અતિસાર (ઝાડા)
૧) કેસૂડાના બીજનો ઉકાળો કરીને એક કપ જેટલો ઉકાળો બકરીના દૂધની સાથે દિવસમાં ત્રણ વખત નિયમિત લેવાથી ઝાડા મટે છે અને ખોરાકમાં બકરીનું દૂધ અને ભાત જ લેવાં.
૨) કેસૂડાના ફૂલને છાશમાં પીસીને ૧-૧ ચમચી દર કલાકે આપવા.

૧૯) રક્તપિત્ત :
ખાખરાના પંચાંગમાં પકાવેલ ઘી ને સાકર સાથે નિયમિત સવાર સાંજ આપવું.

૨૦) રક્તશુદ્ધિ :
એક ગ્લાસ નવશેકા પાણીમાં કેસૂડાના ચાર-પાંચ ફૂલ અને ચમચી મિસરી અથવા તો મધ ભેળવીને બરોબર ભેળવો. ત્યાર બાદ ગાળીને ખાલી પેટે પીયો. અઠવાડિયામાં સંપૂર્ણ રક્તશુદ્ધિ થઇ જશે.

આ છે કેસુડાના ફાયદાઓ...

જય ભોળાનાથ...
હર હર મહાદેવ...... હર....

-Kamlesh

Gujarati Blog by Kamlesh : 111674133
Kamlesh 3 year ago

ધન્યવાદ દિપાલીજી... આપનું સ્વાગત છે...

... Dip@li..., 3 year ago

👍🏻👍🏻👍🏻 thank you for sharing

Kamlesh 3 year ago

ધન્યવાદ શેફાલીજી...

Shefali 3 year ago

ખૂબ સરસ માહિતી..

Kamlesh 3 year ago

આપનું સ્વાગત છે સોનલજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ બેનબા....

Kamlesh 3 year ago

ધન્યવાદ અલ્પાજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ શેખરભાઇ...

Kamlesh 3 year ago

ધન્યવાદ ફાલ્ગુનીજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ ગીતાજી...

Kamlesh 3 year ago

મહાદેવ હર...ધન્યવાદ પ્રભુભાઇ...

Kamlesh 3 year ago

ધન્યવાદ શિલુજી...

Kamlesh 3 year ago

ધન્યવાદ જીજી...

Sonalpatadia Soni 3 year ago

ગુરુજીનું જ્ઞાન સર આંખો પર..આભાર માહિતી માટે.

Kpj 3 year ago

Vaah bhai mast mahiti 6 ho

Krishna 3 year ago

Wahhhhh bhaiji ekdm mast mahiti 👌👌👌

shekhar kharadi Idriya 3 year ago

અતિ સુંદર માહિતી...

Parmar Geeta 3 year ago

વાહ સરસ માહિતી 👌

પ્રભુ 3 year ago

વાહ હરહર મહાદેવ ... બહુજ મસ્ત જાણવા જેવું 💐✍️💐⭐️

SHILPA PARMAR...SHILU 3 year ago

Wahh...ખૂબ સરસ માહિતી આપી...👌👌👌

Tinu Rathod _તમન્ના_ 3 year ago

ખૂબ સરસ માહિતી..👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now