બધું જ...
આમ જુવો તો કાંઈ નથી
ને આમ જુવો તો બધું જ
માતૃભારતી ના સંબંધો કાંઈ નથી
ને આમ જુવો તો બધું જ...
મળાશે નહિ કદી યે એકબીજા ને
પણ લાગણી તો છે બહુ જ
વાંચવું અને લખવું જ નહિ માત્ર
ને આમ જુવો તો બધું જ...
કયુ ગામ કે કયુ શહેર છે
એ વાતો છે ગૌણ બધી જ
લાગણી ને ક્યા અંતર નડે?
ને આમ જુવો તો બધું જ...
લાગણી ને અહીં સહુ કોઈ
હૃદય માં ધરબી ને બેઠા છે
વહી જાય તો શું એતરાજ ?
ને આમ જુવો તો બધું જ...
ઘણા દર્દ ના ટપકા અહીં
ટપકાવ્યા છે તે "બકુલ"
ગમ કે ખુશી કાંઈ નહિ મળે
ને આમ જુવો તો બધું જ...
બકુલ ની કલમે...✍️
ગઝલ
28-02-2021
06.36