અનાસક્તિ યોગ અને કર્મ સંન્યાસ યોગ....

અનાસક્તિ એટલે કરવું છતાં ન કરવાનો ભાવ અને
કર્મ સંન્યાસ એટલે ન કરવા છતાં કરવાનો ભાવ.

જગતમાં મુળે પ્રાથમિકતા મુજબ વ્યક્તિ ની માત્ર બે જ ટાઈપ છે , એક છે પુરુષ,કે જે કર્તાપણા માં જ માને છે અને બીજી સ્ત્રી,કે જે અકર્તાપણા માં માને છે.

બધા વ્યક્તિ ના સર્જન માં સ્ત્રીત્વ અને પુરુષત્વ બંનેનો સમન્વય થાય છે માટે કોઈ સ્ત્રી કે પુરુષ ૧૦૦ ટકા પોતાના વ્યક્તિત્વ મુજબ વ્યવહાર કરી શકતા નથી.માટે જ અહિં અર્ધનારીશ્વર નો ખ્યાલ આવ્યો હતો.

મુખ્યત્વે પુરુષત્વ બધી વાત માં પોતાનો અહં મજબૂત રાખે છે માટે જ તે અગ્રેસિવ અને પેસિવ હોય છે જ્યારે સ્ત્રીત્વ કોઈ કામમાં પહેલ કરવામાં ઉતાવળ નથી કરતી કર્મરત હોવા છતાં પણ નથી કહેતી કે આ મારુ ખુદનું કર્મ છે.પણ આ વાત છે પુરુષત્વ અને સ્ત્રીત્વ ની નહીં કે પુરુષ અને સ્ત્રી ની, પહેલા જણાવ્યા મુજબ જે વ્યક્તિ માં જે ભાવ વધારે હોય તે મુજબ તેમની ટાઈપ નક્કી થાય છે.

અહિં સામાન્ય રીતે દરેક ને પોતાના વિજાતીય નું આકર્ષણ રહે છે પણ આધ્યાત્મ ની દુનિયા માં અહિંથી ઊલ્ટુ છે મતલબ પોતાના સ્વભાવ મુજબ જ પોતાની જગ્યા નિશ્વિત કરવી જોઈએ.માટે જ કુષ્ણ એ કહ્યું હતું કે પોતાના ધર્મ (સ્વભાવ) માં મરી જવું પણ શ્રેયસ્કર છે.

Gujarati Motivational by Jay Vora : 111646336

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now