" પીપળાનું પાન "
➖️➖️➖️➖️➖️
આપી પીપળા નું પાન,પ્રેમનું પ્રદર્શન કર્યું તે,
તે તને યાદ છે,..?
મૂકી પુસ્તક વચ્ચે,પાન પીપળાનું,
ઊંડા લીધા શ્વાસ મેં,એ મને યાદ છે..
મારા નામનો અક્ષર,ઘુંટી પાડી ભાત તે,
તે તને યાદ છે,..?
આંખોં મીંચી,અડતાં એ અક્ષરને,
અહેસાસ થયો સ્વર્ગનો,
એ મને યાદ છે..
ચા પીઇને,બેઠા.અડધી રાત સુધી.
તે તેને યાદ છે,?ઝીણું,ઝીણું હસ્તાં,
હરેક જવાબ દીધા મેં
એ મને યાદ છે..
પુસ્તકને પંપાળી પાછું લીધું,પીપળાનું પાન તે,
તે તને યાદ છે,..?
કરી બે ભાગ,આપ્યો એક મને,
ને બોલી,:- "આ મારુ દિલ છે."
એ મને યાદ છે....
જુદા થયાને,એક જમાનો થયો.
થયો પરાયો હું,તારે મન."યાદ"નો પાયો તું,મારે મન.
મારા જીગરમાં,તુ એક.તારા જીગરમાં વસ્યા અનેક.
પાન સુકાયાં, પ્રેમ સુકાયાં
પ્રેમમાં સાચાં -ખોટાં,આપણે પરખાયાં.
તે,તને યાદ છે,.?હા,યાદ છે..તે,કોલેજનાં, -
પીપળાનાં ઝાડ ને.......📗📗📗📗
✍️ જયા.જાની.તળાજા. "જીયા"

Gujarati Romance by Jaya.Jani.Talaja.
shekhar kharadi Idriya 3 year ago

अति सुंदर प्रस्तुति

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now