સર સર કરતો ચઢે પતંગ સહુનો ઊંચે આકાશે.
માંજો અસલ એવો રંગાવ્યો કાપે પેચ સંગાથે.

મકારસંક્રાંતિની ચાલી હવા હર ધાબે અગાશીએ.
રંગબેરંગી પાવલો ઘેંસીયુ ઢાલ દોરીથી સજાવીને.

કિન્નર બાંધી ચઢાવે કાપે આજુબાજુ પેચ લઈને.
કાયપોની પાડીને બૂમ ગજવે ધાબુ દોર પકડીને.

કેટલા પકડે પતંગ સહુ આવે ધાબે બધાં કપાઈને.
ચીકી ઊંધિયું જલેબીની લહેજત ઉડે મકરસંક્રાંતે.

ફીરકી ખાલી કરે સહુ મનાવે ઉત્તરાયણ આનંદે.
"દિલ" જોઈ રહયું પતંગ ભર્યું આભ કોરી આંખે.
દક્ષેશ ઇનામદાર."દિલ".

Gujarati Blog by Dakshesh Inamdar : 111644633
shekhar kharadi Idriya 3 year ago

યથાર્થ પ્રસ્તુતિ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now