એક લાખ.......

૧,૦૦,૦૦૦ થી વધુ વ્યુઝ....
૪૨,૦૦૦ થી વધુ ડાઉનલોડ્સ...
૨૦૦૦ થી વધુ રેટિંગ્સ...
૧૦૦ થી વધુ ચેપ્ટર્સ...

#Matrubharti એપ પર...

मैं अकेला ही चला था जानिब-ए-मंजिल मगर
लोग साथ आते गए और कारवां बनता गया

ભાવવિભોર ભાવના સાથે ભારોભાર આભાર...
ઢગલાબંધ ધન્યવાદ
સેંકડો શુભેચ્છકોને શુક્રિયા
મન્નત માટે મિત્રોની મહેરબાનીની સાથે સાથે....
થાક ઊતરતા થોકબંધ શુભ સંદેશો પાઠવવા માટે..... ટનબંધ થેન્ક યુ.

બહુ દુર નહીં... બસ વાત કરું છું... આઠ થી નવ મહિના પહેલાની..

કોઈ મંગલ ઘડીએ ખોળિયાના ખડભડાટથી મનની કલમ, ખડિયામાં ઝંબોળ્યા બાદ
દિમાગમાં ખખડતાં અને રખડતાં ચપટીક છુટા છવાયા ગણતરીના પરચુરણ શબ્દોને એક સમાન ગણવેશ સાથે કતારબદ્ધ કરી, ઘૂંટણીયા ભરતાં માનસિક વ્યાયામનો આરંભ કર્યો....

૨૬ એપ્રિલ ૨૦૨૦, અખાત્રીજના પાવનદિને પ્રથમ નવલકથા “ ક્લિનચીટ’ ના અવતરણથી શબ્દસંઘ ઉપડ્યો શબ્દસજર્નની યાત્રા પર...

‘ક્લિનચીટ’ ની પૂર્ણતા પહેલાં જ ૧૬ ડિસેમ્બર ૨૦૧૯ ના રોજ ફૂંટેલું કથાબીજનું કુંપણ પરિપૂર્ણ પુષ્પના રૂપમાં પાંગરતા... ‘કહીં આગ ન લગ જાયે’ ના શિર્ષક સાથે
અવતરી મારી બીજી નવલકથા.... ૨૪ મે ૨૦૨૦ ના દિવસે...

પછી ભાન થયું કે, મેં કલમ નહીં પણ કલમે મને ઝાલ્યો છે...
અને.. એ કલમના કૈફની અંધાધૂન ધૂન અને મસ્તીમાં વીજળીના ચમકારા જેટલી પળમાં સ્ફૂરેલી વિષયવસ્તુ શબ્દદેહ ધારણ કરતાં આવી, મારી ત્રીજી નવલકથા
‘લાલની રાણીનું આધારકાર્ડ’ નામનું શીર્ષક લઈને... ૯ મિ ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ...

હજુ શબ્દસીડીના પગથિયાં ચડતા ચડતાં શ્વાસ ચડે અને વિશ્રામ કરવા વિષે વિચારું એ પહેલાં પંડમાં પ્રવેશી મારી ચોથી નવલકથા
‘હમેં તુમસે પ્યાર ઇતના’
૨૭ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ.

‘કહીં આગ ન લગ જાયે’
‘લાલની રાણીનું આધારકાર્ડ’
‘હમેં તુમસે પ્યાર ઇતના’

આ ત્રણેય નવલકથાના પ્રકરણ રવિવારના દિવસે એક સાથે જ પ્રગટ થતાં. સપ્તાહમાં ત્રણ નવલકથા અને એ પણ ત્રણેય વિવિધ વિષયવસ્તુ પર આધારિત.

આટલું લખવાં છતાં જીવડાને જંપ નહતો..
એ દરમિયાન એક નવલિકા પર હાથ અજમાવ્યો.. અને લખી પ્રથમ નવલિકા
‘જિંદગીકા નામ દોસ્તી.’ તેની તિથી સ્મરણમાં નથી...

એ પછી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ ના દીવસે આવી બીજી નવલિકા..
‘મૃત્યનું મધ્યાંતર’

૯ ડીસેમ્બર ૨૦૨૦ના દિવસે ‘લાલી લીલા’ શિર્ષક લઈને આવી મારી ત્રીજી નવલિકા.

અને આખરે એ પર્વનો દિવસ આવ્યો .. મારા શબ્દો એ પુસ્તકના વાઘા પહેર્યા..

મારી પહેલી નવલકથા ‘ ક્લિનચીટ’ ના વિમોચનની માંગલ્ય ઘડી આવી પહોંચી..
૧ જાન્યુઆરી ૨૦૨૧.

અને ગઈકાલે ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ એ આપ સૌના પ્રતિસાદથી પોરસાઈને પીરસી... ચોથી નવલિકા..

‘બડી બિંદી વાલી બંદી.’

ફ્રેબ્રુઆરી ૨૦૨૧ની પાંચમી નવલિકાની જાહેરાત... આગામી સપ્તાહમાં
અને..
એપ્રિલ ૨૦૨૧ માં આવનારી પાંચમી નવલકથાની વિશેષ માહિતી બસ.. ટૂંક સમયમાં...

આ અકલ્પનીય શબ્દસફર આપ સૌના સહયોગ વગર અસંભવિત હતી.. સતત પ્રતિભાવ સાથે પ્રોત્સાહિત કરીને લખવાગ્રસ્ત રાખવા માટે આપ સૌ વાચકમિત્રો, સ્નેહી અને સંબંધીઓ પરિચિત, અપરિચિત સૌનો સદાય ઋણી છું..


ફરી એક વાર કોટી કોટી વંદન અને નત્ત મસ્તક સાથે આભાર....


વિજય રાવલ

Gujarati Thank You by Vijay Raval : 111642893
Hemini Shukla 3 year ago

Congratulations....🏆🌹💕

Vijay Raval 3 year ago

Thank you so much

Shefali 3 year ago

Wah.. ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now