કોઈ કહે છે, યા હોમ કરીને પડો,
કોઈ કહે પગલું વિચારીને ભરો.
"બોલશો નહિં તો તાણ આવશે"
માનસશાસ્ત્ર સલાહ આપે.
વ્યવહાર મૌનનો મહિમા શીખવે.
પણ ભલા! જિંદગી કોઇ પહેરણ તો નથી
કે એકનું માપ બીજાને બંધબેસતું આવે!
જિંદગી તો છે અલબેલી ઉષા
જે નિત્ય અભિનવ વેશે આવે !
પણ આથમવાની કળા તો સંધ્યા બતાવે !

વર્ષા શાહ

Gujarati Thought by Varsha Shah : 111639432
મનોજ 3 year ago

વાહ, જીંદગી તો છે અલબેલી ઉષા - ખૂબ સરસ વાત 👌

Varsha Shah 3 year ago

આભાર શૈલેશભાઇ!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now