* પ્રેરણાદાયક વાર્તા*

એક નાનકડો છોકરો શાળાએથી ઘેર
આવ્યો તેણે પોતાના પિતાને કહ્યું,
"મારા શિક્ષકે અમને ઘરકામ આપ્યું છે - કે
દસ જણને ભેટવાનું અને તેમને કહેવાનું
'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો
અને હું તમને ચાહું છું'. "

પિતાએ કહ્યું, "કંઈ વાંધો નહીં.
હું કાલે તને મોલમાં લઈ જઈશ. ત્યાં
તું આ કામ કરી શકીશ."

છોકરો બીજે દિવસે સવારે અતિ
ઉત્સાહ પૂર્વક તૈયાર થઈ ગયો અને
તેણે પિતાને કહ્યું,
"ચાલો પપ્પા મોલ જઈએ!".

બહાર ખૂબ વરસાદ પડી રહ્યો હતો
એટલે પિતાએ કહ્યું, "બેટા, થોડી વાર
પછી જઈશું? આટલાં વરસાદમાં મોલમાં
કોઈ નહીં હોય."

પણ છોકરાએ તો જીદ જ પકડી.
આથી પિતા બાળહઠ સામે ઝૂકી ગયા,
તે ભારે વરસાદ માં પણ કાર હંકારી
મોલમાં લઈ ગયા.

તેમણે મોલમાં એકાદ કલાક પસાર કર્યો
છોકરો જુદા જુદા નવ લોકોને ભેટયો.
હવે પિતાએ કહ્યું, "બેટા વરસાદ ઘણો છે, આપણે ફસાઈ જઈએ એ પહેલાં ઘેર
પહોંચી જઈએ."

દસ જણને ભેટવાનો લક્ષ્યાંક છોકરાનો
પૂરો ન થતાં થોડો ઉદાસ થયો પણ આખરે
તેણે પિતાની વાત માની ઘેર પાછા ફરવા
કારમાં બેઠાં.થોડાં જ આગળ વધ્યાં હશે
ત્યાં એક ઘર માર્ગમાં દેખાયું. છોકરાએ
પપ્પાને કાર થંભાવવા કહ્યું અને ઉમેર્યું
"પપ્પા, મને પેલાં ઘરમાં જઈ આવવા દો.
મારે એક જ જણને ભેટવાનું બાકી છે.
અને ચોક્કસ એ ઘરમાં હું મારું ઘરકામ
પૂરું કરી શકીશ."

પિતાએ સસ્મિત કાર એ બાજુએ લઈ
અને થોભાવી.

છોકરાએ જઈ દરવાજાની ઘંટડી દબાવી.
થોડી વાર પછી એક મહિલાએ બારણું
ખોલ્યું, જે ઉદાસ હતી. છોકરાને જોઈ
તેને નવાઈ લાગી અને પ્રેમથી પૂછયું,
"બેટા, કોનું કામ છે?"
મોટા સ્મિત સાથે એ છોકરાએ કહ્યું,
" મારાં શિક્ષકે અમને દસ જણને ભેટવા
કહ્યું છે અને એમ જણાવવા કહ્યું છે,
ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા રાખો
હું તમને ચાહું છું.
હું નવ જણાં ને ભેટી ચૂક્યો છું, હવે એક
જણ ને ભેટવાનું બાકી છે. શું તમને
ભેટી શકું છું? અને શિક્ષકનો સંદેશો
પાઠવી શકું છું?"

તે મહિલા નાનકડાં છોકરાને ભેટી
ચોધાર આંસુએ રડવા માંડી. આ જોઇ છોકરાના પિતા ત્યાં પાસે આવી ગયાં
અને તેમણે મહિલાને પૂછયું કે શું
તેમને કોઈ સમસ્યા છે?

મહિલાએ પોતાને સંભાળી લીધી.
પિતા પુત્રને ઘરની અંદર આવવા આમંત્રણ આપ્યું. તેમને ચા પાઈ અને પછી કહ્યું,
"મારા પતિનું થોડાં સમય પહેલાં મૃત્યુ થયું
છે અને એ પછી હું સાવ એકલી પડી
ગઈ છું. આજે તો હદ થઈ ગઈ.
સવારથી મને થતું હતું કે બસ મારે મારા જીવનનો અંત આણી દેવો જોઈએ.
થોડી વાર પહેલાં મેં ખુરશી લીધી તેના
પર ચડી હું પંખે લટકી મારો જાન આપવા
ની તૈયારીમાં હતી ત્યાં દરવાજે ઘંટડી
વાગી. મને આશ્ચર્ય થયું કે
મને મળવા તો કોઈ આવતું નથી તો
પછી અત્યારે બારણે કોણ આવ્યું હશે?
મેં કુતૂહલવશ દરવાજો ખોલ્યો અને
ત્યાં આ દેવદૂત આવીને મને કહે છે
'ધીરજ રાખો, જીવનમાં શ્રદ્ધા
રાખો અને હું તમને ચાહું છું.'
મને ખાતરી છે કે ચોક્કસ ઈશ્વરે પોતે
આ સંદેશો તમારા પુત્ર દ્વારા મોકલ્યો છે.
મારી મરવાની ઈચ્છા અને ઉદાસી
ગાયબ થઈ ગયાં છે અને હવે મને
જીવવા એક નવું બળ મળ્યું છે. "

યાદ રાખો :
હંમેશા હકારાત્મક વિચારો લોકો સાથે
વહેંચો. લોકોની પડખે ઉભા રહો. કંઈ
બીજું ન કરી શકો તો માત્ર તેમને સાંભળો. કદાચ તમે કોઈકનું જીવન બચાવવાનું
એક માધ્યમ બની શકશો...

"Unknown"

Gujarati Motivational by Asmita Ranpura : 111630934
Yakshita Patel 3 year ago

ખૂબ જ સરસ .વાર્તા

Sagar 3 year ago

પ્રેરણાત્મક...👌👌

shekhar kharadi Idriya 3 year ago

प्रेरणादायक

Shefali 3 year ago

ખૂબ જ સરસ, પ્રેરણાત્મક વાર્તા

Abbas khan 3 year ago

વાહ બહુજ સરસ સંદેશ...✍👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now