મોઘમમાં વાત મને સમજાતી નથી
તું સ્પષ્ટ કેમ કાંઇ મને કહેતી નથી?
હાથ કર્યો છે આગળ દેવાને સાથ તારો
હાથ મારો હાથમાં તું કેમ ધરતી નથી?
હું ભરીશ ડગલાં ઘણા તૈયાર છું
ઍક ડગલું તુ કેમ ભરતી નથી ?
જોઉં છું રાહ તારી સફરમાં પ્રેમની
સફરની શરૂઆત તું કેમ કરતી નથી?
કરું છું વાત જીગરની જીગરથી છતાં
તારા જીગર સુધી કેમ પહોંચતી નથી?
- જીગર બુંદેલા