જાતમાં વિશ્વાસ છે, કે જગદીશમાં
કર્મથી મહાન છે, તું આ વિશ્વમાં
વિશ્વાસ કેટલો દ્રઢ છે, તને ઈશમાં
પાર કરશે સઘળું, એમ નીરખે ટશમાં
વિશ્વાસ હવે વકર્યો છે, અંધવિશ્વાસમાં
માતા-ભુવા દોરા-તાવીજના અવઢવમાં
મેહનત પરિશ્રમની દાનત જેને હોયના,
શ્વાસે શ્વાસે અંધવિશ્વાસ, તેના જીવતરમાં
#વિશ્વાસ