KUCH KUCH LAMHO ME HAM JYADA JEE LE TE HAI..
સુખ અને ખુશીઓ શોધવાથી નથી મળતી પરંતુ તેને અપનાવાથી જરૂર મળી શકે... જેમ એક "માં" છે જે પોતાના બાળક ના કાલાવાલા અને નખરાઓ જોઈ ને એક એક પળમાં એક એક જિંદગી જીવી જાય એવો અહેસાસ કરે છે..
તેમ પ્રકૃતિ આપણને શીખવે છે સમય સમય મુજબ તું જીવતો જા .. આજે વર્ષાઋતુ છે તો મન ભરીને માણિલે સોળે કળાએ ખીલેલી સુંગધ પથરાવતી ધરતીને.. કાલે તને કંઈક નવી ઋતુ આપીશ જે ખુશનુમા ઠંડી સવાર આપીશ.. સમય જતાં તને ઉકળતી હૂંફ આપીશ ગરમી આપીશ... જે સમયને તારે દિલથી જીવવી હોય તેમ જીવ... જીવન છે તે પ્રકૃતિ જેવું જ છે આપણને જ્યારે જે જોઈએ ત્યારે તે મળી રહે છે પણ વાંક એ છે આપણો કે ધીરજ નથી અને જે સમયે જે મળતું હોય છે તેની કદર નથી એ માણવાનું ભૂલી આપણે બીજી ચિંતાઓ માં લાગી જાયે છીએ...
માણસના ઊંડા માં ઊંડા "ઘા" સમય ભુલાવી દે છે ક્યારેક જે સહન ના થાય એવા હોય તો પણ સમય જતાં તે યાદ કરીએ તો હસવું આવે એવું પણ બની શકે...
ઈશ્વર હંમેશા માણસને step by step બધું આપે છે. જેમ જેમ માણસ પોતાની લાયકાત દુનિયાદારી અને સમજદારી મેળવતો જાય તેમ તેમ તેને જે તે સમયે વસ્તુઓ પ્રાપ્ત થતી જતી હોય છે.. તાત્કાલિક જો બધું આપવા માંડે તો માણસ તે સહન ના કરી શકે. તે પોતાની સુદબુદ્ધ ખોઈ બેસે છે. એટલે જ કહેવાયું છેને ભગવાન ના ઘરે દેર છે પણ અંધેર નથી... ખરા સમયે જે મદદે આવે કે જે સમજદારી અપાવે તે હરિ જ હોય છે ચાહે તે ગમે તે સ્વરૂપમાં હોય...