ગઝલ##

આ ચંદ્ર જેમ પલળે, નખશિખ ચાંદનીમાં
તૂં ડૂબ મારી માદક આંખોની આશિકીમાં,

અળગું વજૂદ કોઈ આવે ન યાદ જગને
બે રંગ જેમ ઘોળ્યા હો એક પાંખડીમાં,

સ્પર્શો તો જાતને હું, સંકોચતી શરમથી
બીડાય જેમ પર્ણો કોઈ લજામણીમાં,

લખતી રહે કલમ પણ વાતો હવે પ્રણયની
બદલ્યો મિજાજ મારા શબ્દોનો શાયરીમાં,

મહેનત ન કર જમાના, હું ડરથી બેઅસર છું
સુરમો ખુમાર નો મેં આંજ્યો છે આંખડીમાં,

તારું જ નામ વાગે શ્વાસોની વાંસળીમાં
આથી વધુ શું માંગીશ, તું બોલ ખાતરીમાં?

કોરું હૃદય ઝબોળો, "ચાહત"ની ચાસણીમાં
માણ્યો ન પ્રેમ તો શું માણ્યું છે જીંદગીમાં!

ચાહત

Gujarati Shayri by Chahat : 111552196
મોહનભાઈ આનંદ 4 year ago

બહું સુંદર અભિવ્યક્તિ શબ્દો ની,,, ખૂબ સરસ રજૂઆત અંદાજે બયા.... જય હો મંગલમય હો..... ખૂબ સુંદર....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now