જવાબદારી માં ખોવાઈ ગયા
એ મિત્રોમાં માસુમ બાળપણ હજી શોધું છું

મોજ શોખ ખાતર શિકાર કરતા
એ માણસમાં માણસાઇ હજી શોધું છું

જન સેવા કરવા ચુંટાયેલા
એ નેતાઓ માં ઈમાનદારી હજી શોધું છું

બનાવી ને જે ભુલી ગયો છે
એ સર્જનહાર ભગવાનને હજી શોધું છું

સબંધો સાંચવવામાં જ ગરકાવ
એ મારા પોતાનામાં ખુદને હજી શોધું છું

Gujarati Blog by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111531077

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now