શરૂથી લઈ અંત સુધી
આજથી લઈ અનંત સુધી
વિશ્વાસનો પાયો એનો એજ રાખ્યો છે
છતાંય સ્નેહની નાવ થોડી હલતી દેખાય છે...
મોહથી લઈ માયા સુધી
મૃગજળથી લઈ દરિયા સુધી
પ્રીત હજીય અકબંધ રાખી છે
છતાંય સ્વપ્નો થોડા અધૂરાં જણાય છે.....
હાથથી લઈ સાથ સુધી
જીવનથી લઈ મૃત્યુ સુધી
પ્રેમ દિલથી દિલનો રાખ્યો છે
છતાંય નસીબની રેખાઓ હવે ઝાંખી દેખાય છે....
-Vijita

Gujarati Poem by Vijita Panchal : 111522686
Kamlesh 4 year ago

આપનું સ્વાગત છે...

Kamlesh 4 year ago

વાહ!!! અદ્દભુત રચના મહોદયા...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now