વાહ બેફામ વાહ!

દર્દ જ્યારે ઘૂંટાઈ ઘૂંટાઈને શબ્દદેહે પ્રગટતું હશે ત્યારે આવી ગઝલ રચાતી હશે!ગઝલની શરૂઆતમાં જ કવિ(ના,આને કવિ ન કહેવાય આ તો 'દર્દનો ગવૈયો' છે)સમુદ્રનું રૂપક મૂક્યું છે.સમુદ્રએ ભીતરમાં મોતી સાચવ્યા છે છતાં પોતાના ખારાપણા પર રુએ છે અને પાછો સમુદ્ર આ વાત જગતને નથી કહેતો,કહે છે તો મોજા!આગળ તો ન જોયેલા દુઃખ માટે પણ આ દર્દવાહક સુતેલી આંખે રુદન કરવાનું કબૂલે છે.

કવિના દર્દની ચરમ સીમા ત્રીજા શેરમાં છે.સ્વપ્નના સુખ નસીબમાં નથી ને અનુભવાતો આનંદ સ્વપ્ન બની ગયા છે.કદાચ સર્જક સુખવિહીન થઈ ગયો હશે કે કેમ એ પ્રશ્નાર્થ છે.ગઝલનો અંત તો કરુણાની શાહેદી પુરે એમ છે.પ્રકૃતિએ આપેલા દુઃખને પણ એક કવિ પોતાના શબ્દોમાં ઉતારે છે અને એ કઠિન કર્મ કવિદિલ વિના બીજુ કોણ કરી શકે?પણ આજે આ ગઝલનું રચયિતા હૃદય સ્વર્ગસ્થ છે!

Gujarati Poem by પ્રથમ પરમાર : 111504991
Shefali 4 year ago

વાહ.. જેટલી સુંદર ગઝલ, એટલું જ સુંદર લખાણ

Ketan Vyas 4 year ago

Kya baat. nicely said.. good one... Visit the link to like the post.. 3 in 1 https://quotes.matrubharti.com/111504701

Aanandi Solanki 4 year ago

Va 👌👌👌😀😀😀😀

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now