Prem_222:

*વહી ગયું ! બાકી કાંઈ રહીંગયું!*

બાપાને ડેડ સાહેબે દાટી દીધો,
તિથિને તારીખે ટક્કર મારી.

સહુનું ખાણુ ગયું ને સહુનું વાળુ ગયું,
ડીનરની ડીશમાં એ બધું ચવાઈ ગયું.

આવો ગયું, પધારો ગયું ને નમસ્તે ગયું,
"હાય" અને "હેલ્લો"ના હાહાકારમા સ્નેહ ભીના શબ્દો ગયા.

મહેમાન ગયા, પરોણા ગયા ને અશ્રુભીના આવકાર ગયા,
"વેલ કમ" અને "બાય બાય"મા લાગણીઓ તણાઈ ગઈ.

કાકા ગયા, મામા ગયા, માસા અને ફુવા ગયા,
એક અંકલના પેટમાં એ બધા ગરકાવ થયા.

કાકી, મામી, માસી, ફોઈ ને સ્વજનો વિસ્તાર ગયા,
આંટીમા બધાં સમાઈ ગયા.

કુટુંબ નામનો માળો તૂટ્યો, પંખી વેરવિખેર થયા,
હું ને મારામા બધા જકડાઈ ગયા.

હાલરડાંના હલ્લા ગયા, લગ્નના ફટાણા ગયા,
ડીજે ને ડિસ્કોના તાનમાં બધા ગરકાઈ ગયા.

આઈસ્ક્રીમના આડંબરમાં મીઠા ગોળ ને ધાણા ગયા.

પર્વ ગયા, તહેવાર ગયા, ઉત્સવના વહેવાર ગયા,
ક્રિસમસ ને 31st મા બધા સલવાઈ ગયા.

લાપસી ગયા, કંસાર ગયા, ખીર અને ખાજા ગયા,
કેકના ચક્કરમાં બધા ફસાઈ ગયા.

ધોતી અને કફની ગયા, ટોપી, પાઘડી અને ખેસ ગયા,
નિત બદલાતી ફેશનમાં પુરૂષ અને સ્ત્રીના ભેદ ગયા ...!!

માણસ માંથી માણસાઇ ને સંબંધ ગયા ને કામપૂરતા માત્ર મોબાઈલ નંબર રહી ગયા......


.................🙏...............

#સાવધાની

#unknown

Gujarati Blog by Prem_222 : 111504795
Prem_222 4 year ago

આભાર mem... 🙏🙏🙏🙏

Anshu Dalal 4 year ago

થોડું નકારાત્મક છે. બધું જ નથી ગયું. જે ગયું છે તેમાં થી થોડું તો પાછું વળે તે આપણા ઉપર છે. નવી પેઢીને આપણે જ આપણી સંસ્કૃતિ સાચી રીતે સમજાવી શકીએ તે મનોકામના સાથે....🙏

Baloch Anvarkhan 4 year ago

આજના આ આધુનિક યુગમાં પશ્ચિમી સંસ્કૃતિનો આંધળુ અનુકરણ કરી ભારતની ભવ્ય રસાતાળ સંસ્કૃતિને ઓવાળે ચડાવી દીધી છે આપ સાહેબે બહુ સરસ મજાના શબ્દોનું વર્ણન કર્યું છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now