જીવનના કોઈ પણ તબકકામાં
જ્યાં સુધી તે સમજાય
આના કરતા પણ સારી
રીતે જીવન જીવી શકાય
પણ ત્યાં સુધીમાં
મુઠ્ઠીમાં રેતીની જેમ
જીવન લપસી રહ્યું હોય
ભાગ દોડ કરીને
એકઠી કરેલી ધન દોલત
પોતાને નજર અંદાજ
સાચવેલા સંબંધો,
તેને ભરી રાખીએ છીએ
બંને હાથમાં
કયાંક નીકળી નો જાય
ખોવાઈ ના જાય એનો ભય
ના સમજ્યા આપણે
ભીંસી લે છે,વધારે જોરથી
મુઠ્ઠી માંથી રેત કયારે સરકી ગઈ
મુઠ્ઠી કયારે ખાલી થઈ ગઈ
ખબર જ નો પડી અને
ધમંડમા જ જીવન કપાઈ જાય છે
આપણું જીવન પૂરૂં થઈ જાય છે

Gujarati Thought by Khushi Trivedi : 111494029
Shefali 4 year ago

Superb 👌🏼

Ketan Vyas 4 year ago

Nice lines.... Touching one...#1 Visit, Like and share.. https://quotes.matrubharti.com/111493431

Kanu Bharwad 4 year ago

બહુ સરસ..

Writer Bhavesh Rawal 4 year ago

સરસ રચના

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now