#આડું અવળું ને ઉપર નીચે;
ચાલ્યો હું તો બસ આંખો મીચે;

લોહચુંબક ની જેમ જ,
તારી યાદો મને તારી તરફ ખીંચે;

કેમ રોકું ખુદને હું એ મિત્ર,
મારા કદમ તું છે ત્યાં જ પહોંચે;

તકલીફો માં આગળ ને,
સુખમાં હોય હમેશાં સાથે સાથે;

નથી લોહી નો કોઇ સબંધ,
છે કાંઈ ઋણાનુબંધ આપણી વચ્ચે;

છે એવી યારી તારી મારી,
મળે નહીં, ભલે કોઇ લાખો ખર્ચે;

.... ✍️વિ.મો.સોલંકી "વિએમ"

#આડુઅવળું

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111493893

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now