હશે ભરોસો , મંઝિલ મહોબત મળશે
હોડી મઝધારે છે, સાહિલ તેને મળશે

હોય છે તલાશ જિંદગી માં બધાને ય,
મન મનોરથો હકીકત માં જરુર ફળશે

જરાક તો સુકુન છે,શુભ લાભ તણાં ને,
મુહુર્ત કોઈ રાજયોગ , અહીં જ ફળશે;

હોય છે રૂસવાઈ કદીક, દિલ્લગી ભરેલી
મોજ મસ્તી મિલનની, ઇંતજારમાં ઢળશે;

આનંદ સહજ મુક્ત ,જીવન સ્મિત ભર્યું,
ચહેરા ફુલગુલાબી , સમત્વયોગે ભળશે

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111493382
Chahat 4 year ago

સુંદર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now