#આગળ

આગળ

આગળ તો વધવું જ છે મારે પણ તારા સંગાથે
મેળવવું છે બધુય સુખ પણ તારા સંગાથે

એવું નથી કે એકલા ચાલવાની હામ નથી હૈયામાં
પણ પગલું એક એક માંડવું છે માત્ર તારા સંગાથે.

અંતરમાં અનહદ આનંદ આનંદ વ્યાપી જાય
તે વિશ્વમાં મસ્ત બની વિચરવું છે તારા સંગાથે.

અનુભવી ખુદને સુરક્ષિત તારા પ્રેમળ આવરણથી
બેધડક અને મૂકત બની ફરવું છે તારા સંગાથે.

પ્રગતિ,વિકાસ કે સફળતાનું ઊંચેરૂ શિખર જ નહીં
નાનકડું એક સફળ ડગલું માંડવું માત્ર તારા સંગાથે.

પદ્માક્ષી(પ્રાંજલ)

Gujarati Poem by Padmaxi : 111457989
Kamlesh 4 year ago

વાહ!!!ખુબ સરસ રચના પદ્માક્ષીજી...

Shefali 4 year ago

વાહ મસ્ત

હરિ... 4 year ago

હાહાહા.... dii... 😜😂😝

Padmaxi 4 year ago

Aabhar Haritaben.....Shree Hari

Bhavesh 4 year ago

જોરદાર👍👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now