એમની યાદોને અંતરમાંથી હું કઢાવી ગયો છું,
બીજું તો શું કહું આ આંખોને આંશુથી નીતારી ગયો છું!
કહીં દો એમને કે સપનાંમાં આવવાનું રેહવાં દે,
હું હવે ઉજાગરા કરી કંટાળી ગયો છું!
કોઈ આવીને મને ના જણાવે બેશરમીથી,
એમનાં લગ્નની કંકોત્રીથી હું નીમંત્રાઈ ગયો છું!
ડહાપણ ભરેલી શિખામણ ના આપશો મને હવે,
છળ ભરેલાં બાણોથી હું ઘણો ઘવાઈ ગયો છું!
કવિ, ઉપરથી ચપળ છું, ચાલાક છું એ સાચું છે,
પણ અંદરથી જુઓ! આખે આખો ઠગાઈ ગયો છું!