#રાણી

નિર્વા ની વિદાય થઈ રહી હતી. બધા ની આંખો માં આંસુ હતા. માતા - પિતા વ્યથિત હૃદયે વિદાય આપી રહ્યા હતા. સીમા બહેન - નિર્વા ની સાસુ તેના માતાપિતાને સાંત્વન આપતા હતા, ચિંતા ન કરો નિર્વા તો રાણી ની જેમ રહેશે ને અમારા ઘરે રાજ કરશે રાજ. નિર્વા ના માતાપિતાને રાહત થઈ ને નિર્વા પણ ખુશ થઈ ગઈ આવી સાસુ મેળવીને.

બીજા દિવસે સવારે તૈયાર થઈ નિર્વા કીચન માં આવી . સીમા બહેને કહ્યું ચાલ ફટાફટ રસોઈ ચાલુ કરી દે અહીં બધા ને વહેલા જમવાની આદત છે, ને તારી નણંદ પ્રિશા ને આરામ કરવા દેજે એ પછી આખો દિવસ આડીઅવળી થઈ ને થાકી જાય છે એ આમ પણ રજા હોય ત્યારે ૧૧ વાગ્યા પછી જ જાગે છે ને હા આજે કામવાળી આવવાની નથી અને હું હવે ભગવાન ની પૂજા કરવા બેસું હવે તો તું આવી ગઈ છે તો શાંતિ થી પૂજા કરી઼શ અને કાંઈ વસ્તુ ન મળે તો સંકોચ રાખ્યા વગર પૂછી લેજે. નિર્વા ચારે બાજુ પથરાયેલા રાજ કારોબાર ને જોઈ રહી.....

Gujarati Blog by Dt. Alka Thakkar : 111384383
Aarti Joshi 4 year ago

ગૃહ ની રાણી... ગૃહિણી

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now