#ઉદય

ઉદય થયો ગોકુળ, વ્રજવાસી હું,
વત્સલ્યમૂર્તિ યશોદાનો નટખટ ખેલાડી હું..

બાબાને યમુનામાં ઉતારનાર,
ને બેભાન કરનાર કારાગાર એ પણ હું..

ગાયો ચરાવનાર, બંસી બજાવનાર હું,
માખણ ચોરી, રાધાના ચિત્ત ચોરનાર હું..

ગોપીઓના ચીર ચોરનાર,
ને કૃષ્ણાના ચીર પુરનાર પણ હું....

મિત્ર બની તાંદુલ ખાનાર,
સુદામાનો પરમ સખા પણ હું...

સર્જક હું વિનાશી હું,
રાધાના પ્રેમમાં શાશ્વત હું..

પાર્થને બાણ લેવડાવનાર હું,
ગીતા સંભળાવી કર્મનું જ્ઞાન આપનાર હું..

નરસિંહની હૂંડી સ્વીકારનાર હું,
ને એના મુખે સદાય રહેનાર હું..

ઝેરના પ્યલાને અમૃત કરનાર હું,
મીરાંને શરણે લઈ નૈયા પાર પડાવનાર હું..

કણકણમાં હું, અદ્રશ્ય હું,
હૃદયમાં હું, રહસ્ય હું..

હું જ સત્ય, હું જ તથ્ય,
સઘળું વિશ્વ શૂન્ય જેના વિના એ જ હું..

Gujarati Whatsapp-Status by હરિ... : 111368099
હરિ... 4 year ago

હાહાહા.. બપોરલખ્યું તું ને સાંજે મૂકી તી એટલે કદાચ

હરિ... 4 year ago

આભાર.. bhavubhai...

હરિ... 4 year ago

આભાર.. tinu dii

હરિ... 4 year ago

આભાર... kavu dii

હરિ... 4 year ago

આભાર.. didu...

હરિ... 4 year ago

આભાર... tiya

હરિ... 4 year ago

આભાર...@aa રહી ગ્યું આમાં add કરવાનું... અહં બ્રહ્માસ્મિ પણ હું..

હરિ... 4 year ago

@didu.. આભાર... જિદ્દી બાળક કે જિદ્દી bhai... su. લખુ હું હવે e ના સમજાયું મનેય 😵😵😜

Bhavesh 4 year ago

Hari a post aje najare chadi evu kem🤦‍♂🤦‍♂

Tinu Rathod _તમન્ના_ 4 year ago

वाह...क्या बात.. 👌👌

Shefali 4 year ago

Superb..👌🏼👌🏼

Tiya 4 year ago

Wah superb hari 👌🏻👌🏻👌🏻

ધબકાર... 4 year ago

वाह... જોરદાર હરિ.... 😊 😊 😊

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now