મારા ન દેખાતા એનુ મન બેચેન થઈ જતું....
મારી એક ઝલક જોઈ ને એ ગાંડો થઇ જતો....
ઉદાસ હું હોવ અને ભાર એના દિલ પર થઈ જતો...
એ એની જાત કરતા પણ વધારે મારું વિચારતો...
જાણે હર પલ એ મને જ શોધતો...
હા એ મારોજ પાગલ હતો...
જે મને મારાથી વધારે ઓળખ તો...
પણ બદ નશીબ હું એને ઓળખી ના શકી...
સમય હવે એને ભુલવાનો આવ્યો...
ત્યાં યાદ હવે મને એ જ આવતો...
જ્યારે એ પાગલ બન્યો ત્યારે હું ના સમજ રહી...
સમજણ જ્યારે મને આવી ત્યારે જ એ ખોવાયો...
હવે શોધું છું એની એક ઝલક પણ દેખાતો નથી એ...
સમય વિતી ગયો અને હું એની રાહ જોતી રહી...
હું એની એક ઝલક માટે તરસી રહી...
હા આજે મને એ મળ્યો મન ભરી ને એને જોયો...
તફાવત એ હતો કે એ મારો પાગલ હવે કોઇ બીજાનો હતો...
આંખો એની કેહતી હતી મને...
કે હવે ભૂલી જા તું મને...
તારો દિવાનો હવે તારો નથી રહ્યો...
સમય પણ હવે તારા હાથ માં નથી રહ્યો...
હા એ મારોજ દિવાનો હતો પણ હવે એ મારો ન રહયો...

હિના પટેલ...

Gujarati Poem by Heena Patel : 111259976
Solanki Dashrathsinh 4 year ago

વાહ.... જોરદાર.... ખુબ સુંદર...

Jay Mataji 5 year ago

Absolutely right

Narendra Parmar 5 year ago

आपकी बात 100 % सही है । ?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now