#KAVYOTSAV2

ચાલને... એક કેડી કંડારીએ!

જ્યાં
એક કૂંપળને ફૂટવાની
પૂરતી
મોકળાશ હોય.

જ્યાં
કંટક તો હોય,
પણ
તેનાથી થયેલા ઉઝરડા
પર
ક્ષારની બળતરા
કરતાં
ઓસની ભીનાશ હોય.

જ્યાં
પાનખરની પીળાશ
કરતાં
લાગણીઓની લીલાશ હોય.

©નમ્રતા કંસારા

Gujarati Poem by Namrata Kansara : 111166241
Kamlesh 5 year ago

અદ્દભુત રચના

Namrata Kansara 5 year ago

Thank you Tiya...?

Shefali 5 year ago

ઝાકળ..

Namrata Kansara 5 year ago

Thank you Shefali di...?

ધબકાર... 5 year ago

હા હા હવે smile....

Namrata Kansara 5 year ago

Thank you Rohitbhai...? જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 5 year ago

વાહ... વાહ... ☺️☺️☺️... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now