Quotes by RAKESH THAKER in Bitesapp read free

RAKESH THAKER

RAKESH THAKER

@zpyxsuwv3780.mb
(9)

"શું કહું તને?!!!", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

ચાલવાનું શીખી લે અડીખમ આ દુનિયાની નજરમાં!,
મીણ જેવું રાખીશ હૃદય સૌ કો' બાળતા જ રહેશે!

નથી ઘડી શકતો તું પોતાને એ સમજી લેજે સફરમાં,
તને ઘડવા તત્પર હંમેશ તારી સર્વ વારતા જ રહેશે!

ખૂલી જાય નસીબ જો ભલા કરે તું પ્રયત્નો!!,
મસળ હાથમાં લઈ હસ્તરેખા એજ તને તારતા રહેશે!

મંગળ અમંગળ એ બધી ભ્રમણામાં તું ન રહે ડૂબી?!,
મનમાં બાંધ મહેનતની ગાંઠ ન'તો એ જ તને મારતાં રહેશે!

લખ હવે તારા નસીબના પાને નવી ગઝલ "તરંગ"
પ્રેમી જેવું રાખને દિલ ને પછી એ જ કો'સૌ જાગતાં રહેશે!!!


રાકેશ ઠાકર "તરંગ"
તારીખ:-07 06 2019
સમય:- મઘ્યાહન 12:33

Read More