The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સાત પગલાં આકાશમાં લેખિકા:- કુન્દનિકા કાપડીઆ પ્રકાશક:- નવભારત સાહિત્ય મંદિર આ નવલકથા વાંચતા ની સાથે જ એવો વિચાર આવ્યો મને કે મારે આ નવલકથા નો review આપવો છે..ને જો કુંદનીકા કાપડીઆ મેડમ અત્યારે હયાત માં હોત તો તો પત્ર જ લખવો હતો આ નવલકથા પર એમને પણ કદાચ હું થોડીક મોડી પડી આ નવલકથા વાંચવા માટે.. (અમસ્તી વાતો પરિવારનો આભાર મને આ પુસ્તક વાંચવા આપવા બદલ..અને નિસર્ગ તારો ખૂબ ખૂબ આભાર આટલી સુંદર પુસ્તક વિશે suggest કરવા બદલ) આ નવલકથા માં મુખ્ય પાત્ર એટલે "વસુધા". આ નવલકથા વાંચો ને વસુધા પાત્ર યાદ ના રહે એવું શક્ય જ નથી ને આ પાત્ર ખરેખર ઘણું બધું કહી જાય છે ને ઘણું બધું શીખવી જાય છે. આ નવલકથામાં આલેખાયેલી પરિસ્થિતિઓમાં મોટા ભાગની પરિસ્થતીઓ સત્ય ઘટનાઓ પર આધારિત છે ને સ્ત્રીઓને ક્યાં ક્યાં કેવી કેવી પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે ને કેવી રીતે અમુક પરિસ્થિતિ નો સામનો કરવો જોઈએ ને ક્યારેક પોતાના માટે જીવવું જોઈએ એનું વર્ણન કરવામાં આવ્યું છે ને આમાં પુરુષ દુશ્મન નથી સ્ત્રીનો પણ જ્યાં સ્ત્રીઓના અન્યાય ની વાત આવે ત્યારે તેની સામે લડવું જ જોઈએ એની વાત કરી છે ને હમેશાં પુરુષો ને ઉંચો દરજ્જો આપવામાં આવે છે પણ બંને ને સરખું જ સ્થાન મળવું જોઈએ કારણકે પુરુષ અને સ્ત્રી બંને એક માણસ જ છે ને તોય એમનો દરજ્જો પણ સરખો જ હોવો જોઈએ ને બંને એ હમેશાં સાથે ને એકબીજા ને સમજી ને કામ કરવું જોઈએ. ને આ નવલકથા માં એવું કંઈ છે જ નઈ કે જે મને ના ગમ્યું હોય.. આ નવલકથા વાંચવાનો અનુભવ ખરેખર ખૂબ સરસ રહ્યો ને એમાં પણ આનંદગ્રામ એક એવી જગ્યા જેની ખાલી વિચારીને જ હું ખુબ ખુશ થઈ ગઈ હું તો ને ખરેખર એ જગ્યા પર જવાની ઈચ્છા થઈ ગઈ😍પણ આ તો ખાલી એક કલ્પના હતી ને એ ખરેખર ખૂબ જ સરસ હતી. પુરુષ એ સ્ત્રી ની વેદના ને સમજવું જોઈએ એ વાત બરાબર છે પણ જ્યાં સુધી સ્ત્રી જ સ્ત્રી ની ટીકા ને ટિપ્પણી કરશે ને સ્ત્રી જ સ્ત્રી ની વેદના ને નહિ સમજી શકે તો સ્ત્રી ને ન્યાય કેમનો મળશે. આ પર થી આપણે એવું સમજી શકીએ કે સ્ત્રી જ સ્ત્રી ની દુશ્મન છે પણ જો કોઈ સુધારો કરવો હોય સમાજ માં તો સ્ત્રી એ જ સ્ત્રી ની મિત્ર બનવું પડશે..તો જ કંઇક થશે.ને હમેશાં અન્યાય સામે લડવું જ પડશે ને એ પણ બધી સ્ત્રીઓએ સાથે મળીને.. ને કદાચ કોઈને કોઈ પુસ્તક વાંચવા અથવા કોઈ પુસ્તક વિશે માહિતી જોઈતી હોય તો હમણાં જ અમસ્તી વાતો નો સંપર્ક કરવો તે વિનામૂલ્યે પુસ્તક વાંચન માટે આપે છે (In all over Gujarat). Instagram I'd :- @amasti_vato Whatsapp num:-7990976489 લિ.ઝીલ ઠક્કર iG: @iamzeelthakkar #bookreviewbyzt #kundanikakapadia #gujaratisahitya #amastivato
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser