Quotes by Yogini in Bitesapp read free

Yogini

Yogini

@yogini7735


પત્ની: મને પણ હર મહિને ઘરકામ માટે પગાર જોઈએ.

પતિ: માંગણી કબૂલ છે પણ એક શરતે..

પત્ની: શું શરત છે...?

પતિ: સો ટકા પગાર દેવામાં આવશે પણ કામમાં કે જવાબદારીમાં ભૂલ થતાં કામદાર બદલી નાખવામાં આવશે બોલો કબૂલ....

પત્ની: અરે હું તો માત્ર ગમ્મત કરતી હતી.....?
???????

Read More

જબરદસ્ત, જોરદાર સફળ દામ્પત્ય જીવનની કાવ્યાત્મક રચના, ?????????? *"મળી...ના મળી"*

"શોધવા બેઠો તો પણ ન મળી
મને મારી આદરેલી..
આ શ્વાસોની રમતમાં, ગમતી બે પળ ન મળી..

પછી થયું કે એવી તો ઘણી ઈચ્છાઓ હતી
જે સમયસર કે માપસર નથી મળી,
એવા ગુંચવાયા આ રમતમાં કે ખુશીની કોઈ વ્યાખ્યા ન મળી..

ઓફીસ પર જઈને બેઠો.. જે કામ કરતો હતો એ ફાઈલ ન મળી.
બોસ સાથે આંખો મળી.. તો ચહેરા પર એનાં સ્માઈલ ન મળી.
મને યાદ છે
મમ્મીનાં જન્મદિવસે આખુ શહેર ફરી વળ્યો હતો,
પણ કયાંય એગલેસ કેક ન મળી..

કયારેક તું ફોન કરે.. અને કહે
એય ચાલને..
સાંજે કાંકરીયે જઈ હાથમાં હાથ નાખી બેસીએ..

હું વ્હેલો નીકળ્યો હોઉં..
છતાં એજ દિવસે, મને મારી બસ ન મળી..

ખુશ કરવા તને એક વખત લઈ ગયો હતો મોટા મોલમાં..
હાથ જયાં નાખ્યો ખીસ્સામાં પુરતી રકમ ન મળી..

મોડો પડયો હતો એ દિવસે જ્યારે ચીન્કી ના પ્રોગ્રામમાં
મને જ એન્ટ્રી ન મળી.
જતી કરવી પડી.. ઘણી વાર, મીત્રો સાથેની મોજ-મસ્તી
કામમાંથી કયારેય ફુરસત જ ન મળી..

પણ આ બધાં વચ્ચે એક વાત હું તને
ચોકકસ કહીશ,
તું અને સાલી તારી આ લાગણી..
મને હંમેશા હાથવગી મળી..

થાકેલો પાકેલો જ્યારે ઘરમાં ડગલું માંડતો ને
ત્યારે બાળકોનાં વ્હાલ ની હુંફ મળી..

બરાબર એ જ સમયે રસોડામાં થી
મારા તરફ
તું જે સ્માઈલ ફેંકતી ને.. મને મારી ડાંડી ત્યાંજ ડુલ મળી..

ખબર હોય છે.. ખુબ મોડુ થયું છે જમવામાં,
પણ દાળ હંમેશા ગરમ મળી..

નાણાકીય કટોકટી.. એટલે મારી રોજનીશી,
પણ ઘર ચલાવામાં તું હોંશીયાર મળી..

આ મારી પતંગ એટલે જ ઉડે છે
ફીરકી પકડવા તું જો મળી..

કેટલાય વેકેશન આપણાં.. બેગમાં જ પડ્યા રહ્યા
પણ તારી આંખોમાં કદી.. ન ફરીયાદ જોવા મળી..

તારી હથેળીએ મારી આંગળીઓ
ખબર નહીં કેટલું ચાલી હશે..
જયારે પણ મોકો મળ્યો, એકબીજામાં પરોવાયેલી મળી..

હોય છે હંમેશા વિખરાયેલા.. હું અને દિવસો મારાં
પણ તારી સાથેની રાતો બધl પરોઢ સુધી વીંટળાયેલી મળી..

ભલેને લાખ ફરીયાદો હોય જીંદગીથી
છતાં..
તારી સાથેની અમાસ બધી, હંમેશા પુનમ બની ને મળી..

કાયમીનો વસવાટ હોય.. એમ તું મારામાં શ્વસતી રહી..
હું શોધતો રહ્યો ખુદ ને *તું* મને મારૂ અસ્તિત્વ બની....... મળી..

*જીવન ની અડધી સફર પસાર કરી ચુકેલા સર્વે દંપતિ ને....?*

Read More