Quotes by Yogi in Bitesapp read free

Yogi

Yogi

@yogi1090


શસ્ત્રથી લડાતા યુદ્ધ કરતા જીભથી લડાતા યુદ્ધ લાંબા ચાલે છે અને વધુ ખુવારી કરે છે...!
યોગી
#યુદ્ધ

હવે તો માનવજાતે નક્કી કરવું જ પડશે કે,
યુદ્ધના માર્ગે જઇને પાયમાલ થવું છે કે
બુદ્ધ ના માર્ગે જઇને સમૃદ્ધ થવું છે...!
યોગી
#યુદ્ધ

Read More

હું શ્વાન પાસે ગયો મને વફાદારીનો પરિચય થયો , હું ઘોડા પાસે ગયો મને પ્રગતિ નો પરિચય થયો,
હું સિંહ ની પાસે ગયો મને પરાક્રમનો પરિચય થયો,
હું માણસ પાસે ગયો અને કહેવાની જરૂર નથી કે મને 'દુષ્ટતા' નો પરિચય થયો...!
યોગી
#દુષ્ટશ

Read More

આવ કાના હવે
હું-તું ને મારું-તારું
છોડી
એક થઈએ,
એકાકાર થઈએ,
એકરૂપ થઈએ,
પછી
એક સ્વરૂપ થઈએ...!
આવ કાના
યોગી
#એકરૂપ

Read More

કામચલાઉ કહી મારો કચરો કરી ગઈ,
મિત્રોએ કહ્યું,
યાર તારા માથેથી એક ઘાત ટળી ગઈ...!
યોગી
#કામચલાઉ

'વિશ્વાસ' શબ્દ બહુ નાનો છે,
પણ જ્યારે તે સંબંધમાં ઉમેરાય છે,
ત્યારે બહુ મોટું કામ કરે છે...!
યોગી
#વિશ્વાસ

વિશ્વાસ
સંબંધોનો
શ્વાસ
છે.
યોગી
#વિશ્વાસ

ક્યારેય ન ભૂલશો
શરીર ચાલે છે શ્વાસથી
અને
સંબંધો ચાલે છે વિશ્વાસ થી
યોગી
#વિશ્વાસ

મન જો મંદિર બને
તો
ભગવાન ને શોધવા નહીં પડે...!
યોગી
#મંદિર

જ્યારે ગુપ્તતા ના શપથ લઈ કોઈ,
જાહેરાત નો ધંધો કરે છે,
ત્યારે
પ્રેમભર્યા સંબંધો ઉપર પણ,
આડેધડ રંધો ફરે છે...!
યોગી
#ગુપ્ત

Read More